SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ કે વિદ્વાનોને એનો સંસ્કૃતમાં અનુવાદ કરવાની જરૂર લાગી. દ્રવ્યાનુયોગતર્કણા એ દ્રવ્યગુણ પર્યાયના રાસની મહત્તાને સ્થાપિત કરતો સંસ્કૃત ગ્રંથ છે. યોગદષ્ટિની સઝાય, સમતાશતક, સમાધિશતક તેમજ આધ્યાત્મિક પદોની રચના દ્વારા ગુજરાતી જગતને યૌગિક-આધ્યાત્મિક સાહિત્યભેટ આપીને મહાન ઉપકાર કર્યો છે. જંબૂસ્વામીનો રાસ સમુદ્ર-વહાણ સંવાદ જેવી કૃતિઓ રચીને તેમજ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવરના અપૂર્ણ રહેલા રાસને પૂર્ણ કરીને ગુજરાતી ભાષાને પરમ આસ્વાદ્ય બનાવી છે. પ્રતિમાશતક, જ્ઞાનબિંદુ વગેરે ગ્રંથોની ટીકામાં કોઈ એક શ્લોકની ટીકામાં આખાને આખા અન્ય ગ્રંથનું ઉદ્ધરણ કરી એની સંક્ષિપ્ત ટીકા પણ ત્યાં રચી દેવાની તથા સ્યાદ્વાદ કલ્પલતા, ઉપદેશ રહસ્ય, દ્વાત્રિશદ્ધાત્રિશિકા વગેરે ગ્રંથોની ટીકામાં અન્ય ગ્રંથોના શ્લોકો-સૂત્રોને સાક્ષીરૂપે ટાંકી પ્રાસંગિક ટીકા રચવાની શૈલી જોતાં પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આવશ્યક નિર્યુક્તિની ટીકામાં કાયોત્સર્ગ અધ્યયનમાં કરેલ ધ્યાનશતકના સમાવેશની તથા પંચવસ્તુમાં કરેલ સ્તનપરીક્ષા અધ્યયનના સમાવેશની યાદી આપી જાય છે. આ રીતે જોતાં તેઓ શ્રીમદે ઘણા ઘણા વિષયોમાં ઘણી ઘણી રીતે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજનું અનુસરણ કરીને ‘લઘુ હરિભદ્ર'ના નામને સાર્થક કર્યું છે. આવી પરાકાષ્ઠા પ્રાપ્ત વિદ્વત્તાને વરેલા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનું હૃદય કેવું ભગવદ્ભક્તિથી ભરેલું હતું તેની પ્રતીતિ તેમણે રચેલાં સ્તવનો કરાવી જાય છે. આવા તર્કવાદી હોવા સાથોસાથ તેઓ પરમ શ્રદ્ધામાંથી પ્રગટેલ ભક્તિથી વિભોર હોય તે સ્થિતિનું દર્શન જ શ્રદ્ધાના સિંચનથી હૃદયને ખૂબ જ ભીનું ભીનું બનાવે તેવું છે. જગતના બુદ્ધિમાનોને હંફાવનારો ધુરંધર બુદ્ધિમાન બાળક જેવો બનીને ભગવાન પાસે કાકલૂદી કરતો હોય. કાલી કાલી ભાષામાં પોતાના ભક્તિભાવને રજૂ કરીને ભગવાનનાં ચરણોમાં બાળભાવે નમતો હોય અને પોતાની આરજૂ વ્યક્ત કરતો હોય. એક પ્રિયતમા પોતાના પ્રીતમને મનાવવા જેમ નવી નવી રીત અજમાવે અને વિવિધ રીતે પોતાની વીતકકથા વિરહની લાગણી દર્શાવી પ્રીતમને રીઝવવા યત્ન કરે એવી રીતે પરમાત્મતત્ત્વ સ્વરૂપ પ્રીતમ સમક્ષ પ્રિયતમાના સ્વરૂપે વીનવતો હોય. સમર્થ વાદીઓનેય ધ્રુજાવી દેનાર, ભયગ્રસ્ત નજરે પ્રભુ સમક્ષ રોતો હોય અને પ્રભુ મળ્યાથી નિર્ભયતાને અનુભવતો હોય, તો કોકવાર અધ્યાત્માનુભૂતિની મસ્તીથી મસ્ત બનીને પરમાનંદ લૂંટતો હોય. આ દશ્ય જ કેવું અદ્ભુત હોય ? આ બધા જ ભાવો ગૂર્જર ભાષામાં રજૂ કરી જે સ્તવનોની રચના કરી છે, તે રચનાઓ ભક્તહૃદયને સાધનાકાળમાં ઉદ્દભવતા વિવિધ ભાવો રજૂ કરવામાં સબળ સધિયારો પૂરો પાડે છે. વીસી, ચોવીસી, સ્તવન, સઝાય, આધ્યાત્મિક પદો, ભાસ, હરિયાળી, સંવાદ, શતક, સૌજન્ય : શ્રી વાલચંદજી હિન્દુજી પરિવાર, આજોઘર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy