________________
પ્રકરણ, પ્રતિમાશતક, કૂપદષ્ટાંત વિશદીકરણ, પ્રતિક્રમણ હતુગર્ભ સઝાય વગેરે ગ્રંથો જોવાથી સ્પષ્ટ થાય તેવી છે.
કર્મસાહિત્યના વિષયમાં તેઓશ્રીનું જ્ઞાન કેટલું ઊંડું હતું તેની પ્રતીતિ તેઓ શ્રીમદે રચેલ કમ્મપયડીની ટીકા તેમજ અન્ય ગ્રંથોમાં પણ કર્મસિદ્ધાંત વિષયક કરેલી પ્રાસંગિક ચર્ચાઓ ઉપર દષ્ટિપાત કરવાથી સહજરૂપે થાય તેમ છે.
મમ્મટકૃતકાવ્યપ્રકાશ ઉપર તેઓ શ્રીમદે રચેલી ટીકા, આર્ષભીય ચરિત્ર, વૈરાગ્યરતિ, વૈરાગ્યકલ્પલતા, વિજયોલ્લાસકાવ્ય, પરમજયોતઃ પંચવિંશિકા, પરમાત્મપંચવિંશિકા, ઐન્દ્રસ્તુતિચતુર્વિશિકા વગેરે ગ્રંથોની રચના દ્વારા તેઓશ્રીએ સાહિત્યના વિષયમાં પણ અગ્રિમતાને પ્રાપ્ત કરી છે.
ગુરુતત્ત્વવિનિશ્ચય, યતિલક્ષણસમુચ્ચય ગ્રંથ દ્વારા તેમજ ધર્મપરીક્ષા, ઉપદેશ રહસ્ય, દ્વત્રિશદ્વત્રિશિકા વગેરે ગ્રંથો દ્વારા ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વની શુદ્ધિ ઉપર સુંદર પ્રકાશ પાથર્યો છે.
પૂ. આ શ્રી હરિભદ્રસૂરિ મહારાજના પંચવસ્તુ, ઉપદેશપદ, યોગદષ્ટિસમુચ્ચય જેવા વિશાળ ગ્રંથના સંક્ષેપરૂપે અનુક્રમે માર્ગ પરિશુદ્ધિ, ઉપદેશરહસ્ય યોગવિષયક બત્રીસીઓ જેવા ગ્રંથો બનાવીને સ્વલ્પ કદમાં ઘણું કહી દેવાની શક્તિનો પરિચય કરાવ્યો છે. તે જ રીતે યતિલક્ષણસમુચ્ચય, યોગવિંશિકા ટીકા, સ્યાદ્વાદરહસ્ય, સ્યાદ્વાદકકલ્પલતાટીકા, કૂપદૃષ્ટાંત વિશદીકરણ, સામાચારીપ્રકરણ વગેરે ગ્રંથો જોતાં સંક્ષેપનો વિસ્તાર કરવાની અભુત શક્તિનો પણ પરિચય મળે છે.
આ સિવાય પણ નવરહસ્ય, ઉપદેશ રહસ્ય વગેરે ગ્રંથોની જેમ રહસ્યપદાંકિત ૧૦૮ ગ્રંથો અને ન્યાયના ૧૦૦ ગ્રંથોની તેઓ શ્રીમદે રચના કર્યાનાં પ્રમાણો જોવા મળે છે.
દ્વાદશાનિયચક્રનું સંશોધન કરી તેઓ શ્રીમદે સંશોધિત ક્ષેત્રે પણ પોતાનું આગવું યોગદાન કર્યું છે. તે જ રીતે અન્યરચિત ધર્મસંગ્રહ જેવા ગ્રંથને શોધી આપીને તેના ઉપર વિશેષ ટિપ્પણીઓ કરવા દ્વારા સુંદર સંપાદનનું કાર્ય પણ તેઓશ્રીમદે કર્યું છે.
આ રીતે આગમિક, પ્રાકરણિક, દાર્શનિક, સાહિત્યિક યૌગિક વગેરે વિવિધ વિષયો ઉપર સંસ્કૃત પ્રાકૃત ભાષામાં ગદ્ય, પદ્ય, શૈલીમાં મૂળ કે ટીકા કે નિબંધરૂપે સંક્ષેપ કે વિસ્તારશૈલીથી વિદ્વભોગ્ય અનેક ગ્રંથોની રચના કરી જે રીતે તેઓશ્રીમદે વિદ્વજનોની ઉપર ઉપકાર કર્યો છે તે રીતે સંસ્કૃત, પ્રાકૃત ભાષાથી અપરિચિત એવા તત્ત્વજિજ્ઞાસુ અલ્પજ્ઞજનો ઉપર ઉપકાર કરવામાં તેઓશ્રીમદે જરાય ખામી રાખી નથી, જે વસ્તુની પ્રતીતિ તેઓશ્રીમનું ગુજરાતી સાહિત્ય જોવાથી થયા વિના રહેતી નથી.
દ્રવ્યગુણ પર્યાયના રાસની રચના દ્વારા તેઓ શ્રીમદે ગૂર્જરભાષામાં દાર્શનિક પદાર્થોની છણાવટ કરીને ગુજરાતી ભાષાના ગૌરવને ખૂબ જ વધારી દીધું છે. રચના એવી અદ્દભુત બની
૮િ૬)
સૌજન્યઃ શ્રી વીરચંદજી પૂનમચંદજી માધાણી પરિવાર, માલવાડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org