________________
કારણે તે તે સિદ્ધાંતો કેટલા ખોટા, અધૂરા અને દૂષિત છે, એ અંગે ઘણી જ વિશદતાપૂર્વક તર્કબદ્ધ રજૂઆત કરીને જૈન દર્શનના સિદ્ધાંતોની સર્વોપરિતા સિદ્ધ કરી બતાવી છે, જે અદ્યાવધિ અબાધિત રહી છે. એ જોતાં પ્રત્યેક નાનાં મોટાં દરેક પાસાંઓનું કેવું અદ્ભુત તલસ્પર્શી જ્ઞાન તેઓ ધરાવતા હતા તે કોઈ પણ નિષ્પક્ષ વિદ્વાનને જણાયા વિના ન રહે તેવું છે. જૈન દર્શનમાંથી નીકળેલા કુમતો અને એકાંત આગ્રહમાંથી જન્મેલા કુવાદોનું જૈનશાસ્ત્રના પ્રમાણો આપીને તેના યથાર્થ અર્થઘટન દ્વારા નિરસન કર્યું અને સર્વજ્ઞપ્રણીત સ્યાદ્વાદનું સુંદર શૈલીથી પ્રતિપાદન કરીને એવા અભેદ્ય કિલ્લાની રચના કરી, કે જૈનદર્શનમાં ક્યાંય એકાંત કે અનેકાંતાભાસના પ્રવેશને અવકાશ જ ન રહે.
જૈન ન્યાય, પ્રમાણ, નય, નિક્ષેપ, સપ્તભંગી, સપ્તનય, અનેકાંત, પાંચ જ્ઞાન, પંચાસ્તિકાય, પદ્રવ્ય, નવતત્ત્વ વગેરે જૈન દર્શનના દાર્શનિક-તાત્ત્વિક વિષયોનું ન્યાય શૈલીથી વર્ણન કરીને બુદ્ધિજીવી વર્ગની બુદ્ધિને પરિપૂર્ણ સાત્ત્વિક ખોરાક મળે એવી વ્યવસ્થા કરી છે. આ સાહિત્યનો મધ્યસ્થભાવે અભ્યાસ કરનાર કોઈ પણ વિદ્વાન જૈનદર્શનનો ઉપાસક, છેવટે પ્રશંસક તો બન્યા વિના ન જ રહે એવી એની ખૂબી છે જેની પ્રતીતિ સ્યાદ્વાદકલ્પલતાટીકા, ન્યાયખંડખાદ્ય, અષ્ટસહસ્રી, તર્કભાષા, નયપ્રદીપ, નયરહસ્ય, નયોપદેશ, ન્યાયાલોક, અનેકાંત વ્યવસ્થા, આત્મખ્યાતિ-પ્રમેયમાલા, સ્યાદ્વાદરહસ્ય, જ્ઞાનબિંદુ, જ્ઞાનાર્ણવ, પ્રતિમાશતક, વાદમાલા, ઉત્પાદાદિ સિદ્ધિ, તત્ત્વાર્થ સૂત્ર (પ્રથમાધ્યાય) ટીકા, વિષયતાવાદ, અધ્યાત્મમત પરીક્ષા, આધ્યાત્મિક-મતપરીક્ષા, ધર્મપરીક્ષા, દેવધર્મપરીક્ષા, આરાધક વિરાધક-ચતુર્ભગી, કૂપદષ્ટાંતવિશદીકરણ, અસ્પૃશદ્ગતિવાદ વગેરે ઉપલબ્ધ ગ્રંથો જોતાં થયા વિના રહેતી નથી.
યોગ અને અધ્યાત્મના વિષયમાં સૂરિ પુરંદરશ્રી હરિભદ્રસૂરિમહારાજના ગ્રંથો, આગમિક ગ્રંથો, અન્ય દર્શનોના યોગ ગ્રંથો, ઉપનિષદો તેમજ સ્વાનુભૂતિના આધારે તેઓશ્રીએ જે રચના કરી છે, તે જોતાં યોગ અને અધ્યાત્મવિષયક તેઓશ્રીમદ્રના તલસ્પર્શી જ્ઞાન અને પરિણતિનો પરિચય થયા વિના રહેતો નથી.
જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદુ, યોગવિંશિકા-ટીકા, પાતંજલયોગદર્શનટીકા, ષોડશકપ્રકરણટીકા, દ્વાત્રિશદ્ધાત્રિશિકાની કેટલીક દ્વાત્રિશિકાઓ, ઉપદેશરહસ્ય, યોગદષ્ટિની સઝાય તેમજ આધ્યાત્મિક પદો તેઓશ્રીમદ્દની યોગ-અધ્યાત્મવિષયક પરિણતજ્ઞાનની પ્રતીતિ કરાવે છે.
જૈનદર્શનના આચારમાર્ગ ક્રિયામાર્ગમાં રહેલી ખૂબીઓને પ્રગટ કરીને પ્રત્યેક ક્રિયાઓમાં રહેલ આત્મવિકાસક શક્તિઓનું યથાર્થ જ્ઞાન કરાવ્યું છે. જૈનદર્શનની ક્રિયામાર્ગ સર્વજ્ઞકથિત હોઈ, તેમાં કેવી અપૂર્વ, સ્વરૂપ-હેતુ-અનુબંધ શુદ્ધિ છે. અને એ જ કારણે એ કેટલો સુબદ્ધ અને તર્કસંગત છે, તે વસ્તુનું સુંદર દર્શન કરાવ્યું છે. આ હકીકત સામાચારી પ્રકરણ, યોગવિશિકાટીકા, દ્વાત્રિશદ્ધાત્રિશિકા પૈકીની કેટલીક દ્વત્રિશિકાઓ, ષોડશક પ્રકરણ પૈકીનાં કેટલાક ષોડશકોની ટીકા ઉપદેશ રહસ્ય, માર્ગ પરિશુદ્ધિ, યતિલક્ષણ સમુચ્ચય, નિશાભક્તિ
સૌજન્ય : શ્રી દરગીચંદજી હીરાજી પરિવાર, માલવાડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org