________________
વાણી વાચક–જસતણી
શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ
ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં અદ્યાવધિ થયેલા શાસનસંરક્ષક, પ્રભાવક, મહાપુરુષોની નામાવલીમાં જેઓનું નામ અગ્રિમ હરોળમાં સ્થાપિત થયેલું છે, તેવા મહાપુરુષ ન્યાયાચાર્ય, ન્યાય-વિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર કે જેઓનું નામસ્મરણ થતાં જ વિદ્વજનોનાં ઉન્નત મસ્તકો પણ નત બન્યા વિના રહેતાં
નથી.
એ મહાપુરુષે શ્રમણજીવનની શ્રેષ્ઠ સાધના કરવા પૂર્વક વિશિષ્ટ પ્રકારની અધ્યાત્મસાધના, યોગસાધના, ભગવદ્ ઉપાસના દ્વારા પોતાના જીવનને પરમ આદર્શબૂત બનાવ્યું હતું.
શાસનની આરાધના દ્વારા શાસનનાં પ્રત્યેક અંગો સાથે સ્વભૂમિકાનુસાર એકાત્મતા સાધીને શાસનરક્ષા માટે પોતાની સમગ્ર શક્તિઓનું શાસનચરણે સમર્પણ કર્યું હતું. એ માટે જે કાંઈ વેઠવું પડે તે બધું જ સહર્ષ વેઠીને પણ જૈનશાસનના સર્વોત્કૃષ્ટ સાધનામાર્ગના વહેણને અખંડ વહેતું રાખ્યું છે. | સર્વજ્ઞકથિત સિદ્ધાંતોની રક્ષા માટે જરા પણ શાંત કે ક્લત બન્યા વિના એકલે હાથે ઝઝૂમીને જે જે વિપત્તિઓ આવી તેને સહર્ષ સ્વીકારી લીધી છે, એ રીતે સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતોની દિવ્ય જ્યોત અખંડ રાખીને એના દિવ્ય પ્રકાશનું મુમુક્ષુ ભવ્યાત્માઓને પ્રદાન કર્યું છે.
સાહિત્યક્ષેત્રે વિવિધ વિષયો ઉપર અધિકારપૂર્ણ મૌલિક, સંગ્રહાત્મક, અનુસરણાત્મક, સંક્ષેપ-વિસ્તારાત્મક મૂળ અને ટીકા ગ્રંથોની રચના કરી જૈનશાસનને વિશિષ્ટ શ્રુતની ભેટ કરી, શ્રુતકેવળીના શ્રુતવૈભવની ઝાંખી કરાવી છે.
જૈનદર્શનના ગ્રંથોની જેમ જૈનેતર ગ્રંથો ઉપર પણ તેઓશ્રીએ કરેલ ટીકા ગ્રંથોની રચના જોતાં તેઓ શ્રીમદ્ગી બહુશ્રુતતાની પ્રતીતિ થયા વિના રહેતી નથી.
અન્ય દર્શનના પદાર્થોનો સ્વદર્શનમાં સમવતાર કરવા દ્વારા તેઓશ્રીએ પોતાની વિશિષ્ટ ગીતાર્થતાનો પરિચય કરાવ્યો છે.
દાર્શનિક ગ્રંથોનું સર્જન કરીને પ્રત્યેક દર્શનના સિદ્ધાંતોની ઊંડાણપૂર્વક રજૂઆત કરી, સ્યાદ્વાદ શૈલીથી એ માન્યતાનો સાપેક્ષભાવે સ્વીકાર કઈ રીતે થઈ શકે અને એકાંત રૂપ હોવાના
૮િ૪]
સૌજન્યઃ શ્રી જવાનમલજી પ્રતાપચંદજી, સાબરમતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org