SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ધારક ભાવચક્રી બને તે સર્વસમૃદ્ધિ અષ્ટકમાં બતાવી. (૨૧) કર્મવિપાકમાં સ્પષ્ટતા કરી કે આવો સાધક સંસારનાં સુખદુઃખોને કર્મ વિપાકનું ફળ માની નિર્લેપ ભાવે સહલે. કારણ કે વિપ: कर्मणः कार्यपर्यन्तमनुधावति ।। (૨૨) ભવોગ અષ્ટક જણાવે છે કે ભવોગ પામેલો સાધક સંસારના વિષમ પર્વતો ઓળંગી છઠ્ઠા ગુણસ્થાનકે પહોંચી જાય છે. તેથી તે લોકસંજ્ઞા-લોક પ્રવાહ. લોકમાર્ગથી અળગો રહે તે. (૨૩) લોકસંજ્ઞાત્યાગ અષ્ટકમાં નિર્દેશ્ય છે. સાચે જ ધમ્પો મMવિવો ધર્મ તો આત્મસાક્ષીએ જ થાય. (૨૪) શાસ્ત્રાષ્ટકની દૃષ્ટિ જ ગૌરવવંતી છે. શાસ્ત્ર આગળ કર્યું. એટલે વિતરાગને આગળ કર્યા, અને તેથી સર્વ સિદ્ધિ મળે તે નિશ્ચિત. આમ શાસ્ત્રને આગળ કરવાથી (૨૫) પરિગ્રહત્યાગ સધાય જ! પરિગ્રહ-મૂચ્છ, ગૃદ્ધિ, આસક્તિ યોગીને પણ ભરડામાં લઈ અશક્ત બનાવે છે. તેથી ત્યાગ આંતરિક જોઈએ, બાહ્ય નહીં. ત્યા/ત્ વુમાત્રસ્ય મુકયો દિ વિષઃ | (૨૬) આવો ત્યાગી આત્મજ્ઞાની આત્માનંદ અનુભવે, કલ્પના જુદી અને સ્વાનુભવ જુદો છે. શાસ્ત્રદષ્ટિ મુનિવર જ અનુભવજ્ઞાનથી સ્વપ્રકાશસ્વરૂપ વિશુદ્ધાત્માને જાણી-અનુભવી શકે-સ્વસંવેદ્યપરં બ્રહ્માનુમનધિત | આત્માનુભવ પછી જ એને મોક્ષ સાથે જોડાય (૨૭) મોક્ષે યોગદ્ યો 1: I કેવી સુરેખ વ્યાખ્યા ! ઉપા. યશોવિજયજી સાધક આત્માના જાણે સાચા માર્ગદર્શક બનવાની ખેવનાથી ભર્યાભર્યા હોય તેમ તેમણે સાધક આત્માને (૨૮થી ૩૧) નિયાગ, પૂજા, ધ્યાન, તપ વગેરે અષ્ટકો દ્વારા યજ્ઞ અંગેની જૈન પરિકલ્પના, ભાવપૂજાનું મહત્ત્વ, ધ્યાનથી મળતી પરમ સિદ્ધિઓ વગેરે બતાવતાં કહ્યું કે ધ્યાતા, ધ્યેય તથા ધ્યાને ત્રયં વચ્ચેeતાં તમ્ | મુનેરનવિચ તી યુવું ન વિદ્યતે I ધ્યાતા, ધ્યેય તથા ધ્યાનની એકતા પ્રાપ્ત મુનિને દુઃખ શાનું? છેલ્લે (૩૨) કર્મક્ષય કરવા વાસના નિરોધ કરવા તપ કરવા સૂચવ્યું ર્મનાં તપનાત. તપ: | અંતિમ સર્વનયાષ્ટકમાં અનેકાન્ત વાદનો મહિમા ગાયો છે. આમ તો અપેક્ષાએ સર્વનયો સાચા છે. આનંદઘનજીએ સાચું જ કહ્યું છે કે “ષડ્રદર્શન જિન અંગ ભણીને સાચે જ સર્વનયોની દષ્ટિ એકત્ર કરીએ તો જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. એકાન્તદષ્ટિ ત્યજી અનેકાન્તદષ્ટિનું ગૌરવ કરતાં કહ્યું કે નર્યાન્તિ પરમાનન્દમયા: સર્વનયાશ્રયા: | | સર્વ અષ્ટકોના અધ્યયન પરથી કહી શકાય કે ઉપા. યશોવિજયજીએ જ્ઞાનનો સાગર આ “જ્ઞાનસાર” રૂપી નાનીશી ગાગરમાં લોકસંગ્રહની ભાવનાથી ભર્યો છે. સૌજન્ય : શ્રીમતી ભાનુમતીબેન ભીખાલાલ, પાલનપુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy