________________
‘જ્ઞાનસાર’ – આરાધ્ય અષ્ટકોનું અગાર આચાર્ય પદ્મસાગરસૂરિ
ઉપાધ્યાય યશોવિજયજી તાર્કિક શિરોમણિ, મહાન નૈયાયિક લઘુહરિભદ્રસૂરિ, દ્વિતીય હેમચંદ્રાચાર્ય જેવાં અનેક બિરુદો પામનાર ગુજરાતના એક મહાન જ્યોતિર્ધર હતા. ગુજરાતની વિરલતમ પ્રતિભાઓમાં તેમનું અનન્ય સ્થાન છે. આવા મહાન જ્યોતિર્ધરમાં સાચા સંત તરીકે લોકકલ્યાણની-લોકસંગ્રહની ભાવના પણ ભરપૂર હતી. પરિણામે જ આવી વિરાટ સર્જકપ્રતિભા હોવા છતાં સિદ્ધર્ષિ ગણિજીની ઉપમિતિ ભવ પ્રપંચા કથા' જેવી મહાકથાને લોકભોગ્ય બનાવવા સંક્ષિપ્ત કરી વૈરાગ્યકલ્પલતા-વૈરાગ્યરતિ' રૂપે જગ સમક્ષ મૂકી, જૈન તત્ત્વજ્ઞાનના સારEssencc of knowledge-રૂપે ‘જ્ઞાનસાર'ની રચના કરી. આ ગ્રંથનેય લોકભોગ્ય બનાવવા તેના પર ‘બાલાવબોધ' રચ્યો. તેમના જ શબ્દોમાં ‘સૂરજીના પુત્ર શાંતિદાસના હૃદયને આનંદ આપવાના હેતુથી ઉ. ગુજરાતના સિદ્ધપુરમાં દીપાવલી પર વિ. સં. ૧૭૧૧ માં પ્રસ્તુત ગ્રંથની રચના કરી.
વૈદિક પરંપરાના ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા'ની કક્ષાના સર્વોત્કૃષ્ટ સર્જન ‘જ્ઞાનસાર’નાં ૩૨ અષ્ટકો સાચે જ આત્મોદ્ધારનું અનન્ય સામર્થ્ય ધરાવે છે. તેમાં સમાવિષ્ટ અષ્ટકો આ ક્રમે છે : (૧) પૂર્ણતા, (૨) મગ્નતા, (૩) સ્થિરતા, (૪) મોહત્યાગ, (૫) જ્ઞાન, (૬) શમ, (૭) ઇન્દ્રિય જય, (૮) ત્યાગ, (૯) ક્રિયા, (૧૦) તૃપ્તિ, (૧૧) નિર્લેપતા, (૧૨) નિઃસ્પૃહતા, (૧૩) મૌન, (૧૪) વિદ્યા, (૧૫) વિવેક, (૧૬) મધ્યસ્થતા, (૧૭) નિર્ભયતા, (૧૮) અનાત્મપ્રશંસા, (૧૯) તત્ત્વદૃષ્ટિ, (૨૦) સર્વસમૃદ્ધિ, (૨૧) કર્મવિપાક-ચિંતન, (૨૨) ભવોદ્વેગ, (૨૩) લોકસંજ્ઞાત્યાગ, (૨૪) શાસ્રદૃષ્ટિ, (૨૫) પરિગ્રહ, (૨૬) અનુભવ, (૨૭) યોગ, (૨૮) નિયાગ, (૨૯) પૂજા, (૩૦) ધ્યાન, (૩૧) તપ, (૩૨) સર્વનયાશ્રય. આ અષ્ટકો એટલે આત્મોન્નતિનાં પવિત્ર સોપાનો. એના વિષયો જોઈએ.
(૧) પૂર્ણતા : આમ તો સંસારી જીવ અપૂર્ણ છે. પૂર્ણતા એનું ધ્યેય હોવું જોઈએ - આ મહાસત્યનો પ્રકાશ ધરી ઉપા. અજ્ઞાનાન્ધકારને ઉલેચવાનો રાહ બતાવતાં જીવને આશ્વસ્ત કરે છે કે અપૂર્ણ: પૂર્ણતામેતિ...પૂર્ગાનન્વસ્વમાવોયું.... અહીં પૂર્ણતા પામી આત્માની સ્વભાવદશા પામવાનો ઇશારો છે. (૨) મગ્નતામાં પૂર્ણતાને પામવાની પ્રથમ શરત છે-મગ્નતા. આત્મામાં મગ્ન તે સંસારમાં અમગ્ન ! ઉદ્ધારનું આ બીજું સોપાન. મગ્ન આત્મા કર્તૃત્વભાવો છોડી સાક્ષીપણું ધરાવે
સૌજન્ય : શ્રી પૂરણ જૈન સંઘ, પૂરણ
Jain Education International
For Private & Personal Use Only
૮૧
www.jainelibrary.org