________________
આવું મૂળભૂત પરિવર્તન ન આવ્યું હોય તો એવા સત્પરુષોને મળતા રહેવું કે જેમની સ્વસ્થતા, શાંતિ અને સ્થિતપ્રજ્ઞતા આપણને સ્પર્શી જાય.
આપણને આત્મતત્ત્વ ન સમજાય તો બહુ નિરાશ થયા વિના જેમને થોડુંય આત્મતત્ત્વ સમજાયું હોય તેમની પાસે જવું. સત્સંગનો મહિમા મોટો છે. આપણી ઝંખના સો ટચની હોવી જોઈએ !
આત્મસ્વભાવમાં નિમગ્ન રહેવું, ન કોઈ પ્રત્યે રાગ, ના દ્વેષ – આ ઉદાસીનતા જ સમાધિ છે. જડ-ચેતન દ્રવ્યો પ્રત્યે રાગ-દ્વેષ કરવાથી મન બહિર્મુખ બને છે. બહિર્મુખ મનુષ્ય પોતાના અયોગ્ય વિચાર-વ્યવહારને સિદ્ધ કરવા માટે તર્કનો આધાર લે છે. પરિણામ એ આવે છે કે એવા જીવોને વિવિધ પ્રકારના ઉપાલંભોનો સામનો કરવો પડે છે. લોકનિંદાના ભોગ બનવું પડે છે. એનાથી એ થાકી જાય છે ને ક્લાન્ત બની જાય છે. જો માણસ ઉદાસીન ભાવ ધારણ કરે છે તો તે સદૈવ માનસિક આરામ પામે છે.
જેમ જેમ તમારા રાગદ્વેષ ઓછા તેમ તેમ સહજ સમાધિ તમારી અંદર પાંગરવા માંડશે. તમારું અપ્રિય કરનારાઓ તરફ પણ દ્વેષ-રોષ-પરિવાદ-મત્સર કરવાના નથી. અપ્રિય શબ્દ બોલવાનો નથી.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે :
નિન્ધો ન કોડપિ લોકે પાપિષ્ટધ્વપિ ભવસ્થિતિશ્ચિત્યા ! વિશ્વમાં કોઈનીય નિંદા ના કરો. પાપી વ્યક્તિ પણ નિંદનીય નથી, એની ભવસ્થિતિનું ચિંતન કરો. સહજસમાધિ પ્રાપ્ત થશે. ભવસ્થિતિનું ચિંતન એટલે ચાર ગતિમય સંસારમાં નિરંતર ચાલતા રહેતા જડ-ચેતન દ્રવ્યોના પર્યાયોના પરિવર્તનનું યથાર્થ ચિંતન ! સાથે જ, વિશુદ્ધ આત્મદ્રવ્યનું ચિંતન કરતા રહેવું જોઈએ.
આવું ચિંતન-મનન આપણે “સમાધિશતક”ના માધ્યમથી કરતા રહીએ તો ઉપાધિથી સમાધિ તરફની આપણી યાત્રા ચાલતી રહે... અને ન રહે દુઃખ, ન રહે અશાંતિ, ન રહે ક્લેશ કે ન રહે સંતાપ.
હું ઇચ્છું છું કે “સમાધિશતક'નું અધ્યયન પાઠશાળાઓમાં અને તત્ત્વજ્ઞાનના વર્ગોમાં શરૂ થવું જોઈએ. “સમાધિશતક'ના અધ્યયન-મનનથી સહુને શાંતિ, સમતા ને પ્રસન્નતા પ્રાપ્ત થાઓ !
૮O
સૌજન્ય: શ્રી ચીમનલાલ એમ. વાસણવાળા, પ્રાંતિજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org