SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સેવત આપ હિ આપ કે હું પરમાતમ હોત, એહી પરમપદ ભાવીએ વચન અગોચર સાર, સહજ જ્યોતિ તો પાઇએ, ફિર નહીં ભવ અવતાર ! આત્માએ જ આત્માને સેવવાનો છે... તો આત્મા પરમાત્મા બની જાય. એ જ પરમાતમપદથી ભાવિત થઈએ તો સહજ આત્મજ્યોતિ પ્રગટે ! પછી જન્મ-મરણ ન કરવાં પડે. આવા આત્મજ્ઞાનીને, આત્મરમણતામાં લીન પુરુષને કોઈ દુઃખ રહેતું નથી... એનું સહજભાવે નિર્વાણ થઈ જાય છે. કારણ કે એને આત્મસુખનો અનુભવ થાય છે... પછી તો કલ્યાણ જ કલ્યાણ થઈ જાય છે. ઉપાધ્યાયજી યશોવિજયજી, “સમાધિ” ને ઉદાસીનતા કહે છે, તેઓ કહે છેઃ ઉદાસીનતા સુરલતા સમતારસફળ ચાખ, પરપેખનમેં મત પરે નિજમેં ગુણ નિજ રાખ. આ જ વાત “શાન્તસુધારસ' કાવ્યમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ કહી છે : પરિહર પરચિંતાપરિવાર ચિન્તય નિજમવિકાર રે !' પરચિંતા, પરદ્રવ્યોની ચિંતાને ત્યજી અને પોતાના અધિકારી રૂપનું ચિંતન કર !” નિજ મેં નિજ ગુણ રાખ !” તું તારા ગુણોને તારા આત્મામાં જ ચિંતવ ! બીજા જડપુદ્ગલ-પર્યાયો તરફ ન જો ! તો જ સુરલતા જેવી મધુર ઉદાસીનતાના રસપૂર્ણ ફળનો આસ્વાદ કરી શકીશ. જ્ઞાનનું ફળ ઉદાસીનતા છે, સમાધિ છે. પરપ્રવૃત્તિ તો મોહમાત્ર છે. માટે સમાધિ તરફની યાત્રામાં પર-વિચાર, પુદ્ગલ-રાગ, પારદ્રવ્ય-રતિ વગેરેને સાથ નથી આપવાનો. સમાધિ તરફની યાત્રામાં આટલી વાતો યાદ રાખો - ૧. બધા જીવોમાં શુદ્ધ આત્માનું દર્શન કરતા રહો. ૨. આત્મભાવમાં રહેવા અણગમાને દૂર રાખો. ૩. મોહ અને શોકને વળોટી જાઓ. ૪. બધા જીવો શુદ્ધ સ્વરૂપે એક સરખા છે. એવી એકત્વની ભાવના ઘૂંટતા રહો. ૫. બધા જીવોને પોતાના જેવા જ ગણો. આત્માને સર્વ ભૂતોમાં જુઓ. આ રીતે કરવાથી આત્મભાવ આપણા અસ્તિત્વને સરહદનાં બંધનોથી મુક્ત કરીને અનહદની પ્રતીતિનો પ્રસાદ ચખાડશે. જ્ઞાની પુરુષો કહે છે : જે સર્વ જીવોમાં આત્માનાં દર્શન કરે, અર્થાત્ નિરંતર આત્મભાવે સકલ વિશ્વને જુએ તેના જીવનમાં સમૂળી ક્રાન્તિ આવે છે. આત્મભાવ જ્યારે સ્થાયી ભાવ બને ત્યારે માણસની જીવનદષ્ટિમાં અને જીવન શૈલીમાં પરિવર્તન આવે, એમ બને. આપણા જીવનમાં સૌજન્ય : શ્રી પારસકુમાર વિનોદભાઈ, સુરત ૭૯ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy