________________
• આકારરહિત, શુદ્ધ સ્વરૂપમાં સ્થિત, સિદ્ધ પરમાત્માના આઠ ગુણોથી યુક્ત નિર્વિકાર અને નિરામય છે આત્મતત્ત્વ.
• સિદ્ધાત્માની સમાન પોતાના આત્માને જે જાણે છે, તે પરમાનંદનું કારણ બને છે. આ રીતે નિજાત્માને જે જાણે છે તે જ વિદ્વાનું છે.
સમાધિ પ્રાપ્ત કરવા આત્મતત્ત્વની અનુભૂતિ થવી જોઈએ. એ અનુભૂતિ થતાં સપુરુષ ચિદાનંદથી વિભોર બની જાય છે અને ગાવા લાગે છે.
સ એવ પરમ બ્રહ્મ, સ એવ જિનપુંગવઃ | સ એવ પરમ ચિત્ત, સ એવા પરમો ગુરુ: / સ એવ પરમ જ્યોતિઃ સ એવ પરમ તપઃ | સ એવ પરમં ધ્યાન એવ પરમાત્મકમ્ | સ એવ સર્વકલ્યાણ , સ એવ સુખભાજનમ્ | સ એવ શુદ્ધચિરૂપઃ સ એવ પરમઃ શિવઃ || સ એવ પરમાનન્દ: સ એવ સુખદાયકઃ | સ એવ પરચૈતન્ય સ એવ ગુણસાગરઃ | પરમાદ્વાદસંપન્ન રાગદ્વેષવિવર્જિતમ્ |
સોડહં દેહમધ્યે યો જાનાતિ સઃ પંડિતઃ ||
- શરીરમાં વસેલો મારો આત્મા જ પરમ બ્રહ્મ છે. એ જ જિનેશ્વર છે, એ જ પરમ ચિત્ત છે અને એ જ પરમ ગુરુ છે.
- મારા દેહમાં રહેલો આત્મા જ પરમજ્યોતિ છે, એ જ પરમ તપ છે, એ જ પરમ ધ્યાન છે અને એ જ પરમ આત્મા છે. એ આત્મા જ સર્વકલ્યાણ રૂપ છે અને એ જ સુખનો ભંડાર છે. એ જ શુદ્ધ ચિરૂપ છે અને એ જ પરમ શિવ છે.
- એ જ મારો પરમાનંદ છે, એ જ સુખદાયક છે, એ જ પરમ ચૈતન્ય છે અને એ જ ગુણોનો સાગર છે.
- એ જ મારો પરમ આહ્વાદ છે, વીતરાગ છે, વીતદ્વેષ છે ! - સોડહમ્ સોડહમ્ સોડમ્.... હું તે જ છું, હું તે જ છું, હું તે જ છું !
આ આત્મજ્ઞાનના અમૃતપાનથી ભીતરમાં સમાધિનો ઉત્સવ જામે છે. આ એનું દિવ્યકાવ્ય છે, આનંદોર્મિનું ગીત છે, ચિદાનંદની મસ્તીમાં હુરેલી શબ્દાવલિ છે !
આ જ વાત ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે :
૭િ૮]
સૌજન્ય : અ સૌ. મંજુલાબેન બાબુલાલ શાહ, મઢીવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org