________________
પંડિત શ્રી પુખરાજજી અમીચંદજી કોઠારી
વસંતલાલ નરોત્તમદાસ શાહ (ભાભર)
જન્મ : સને ૧૯૨૦ માતા : કંકુબહેન પિતા : અમીચંદભાઈ વતન : વડગામ (શિવગંજ-રાજસ્થાન) સંસ્થામાં દાખલ : તા. ૧૩.૩.૧૯૩૭ સંસ્થામાં અધ્યાપક : તા. ૧.૧.૧૯૪૨ સ્વર્ગવાસ : સંવત ૨૦૪૯ દ્વિતીય ભાદરવા વદિ ૪. તા. ૫.૧૦.૯૩
લઘુવયમાં કર્મોના ઉદયથી નયનોનું તેજ ચાલ્યું ગયું અને મહેસાણાની આ શ્રી યશોવિજયજી પાઠશાળામાં અભ્યાસ માટે દાખલ થયા. અંધ લિપિનું જ્ઞાન મેળવી દીર્ઘદ્રષ્ટા પંડિત મૂર્ધન્ય શ્રી પ્રભુદાસભાઈ વગેરેની પાસે અભ્યાસ કરી સંસ્કૃત-પ્રાકૃત ન્યાય સાથે કર્યસાહિત્યના વિષયમાં નિપુણતા પ્રાપ્ત કરી.
સંસ્થામાં અધ્યાપક તરીકે રહેવાની ઊજળી તક મળી. પૂજય મહારાજ સાહેબો તથા વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું જ્ઞાન-દાન આપતા મુખ્ય અધ્યાપકના સ્થાને રહી. શિક્ષણના કાર્યમાં પોતાની સર્વ શક્તિઓનો ઉપયોગ કરી, જીવન જરૂરિયાત પૂરતું જ વેતન લઈ, માતૃસંસ્થાની નિઃસ્વાર્થ ભાવે વર્ષો સુધી સેવા કરી.
પંડિતજીનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વિશિષ્ટ હતો જેના યોગે તેમનામાં સ્મરણશક્તિ અને ચિત્તનશક્તિની અદ્દભુતતાનાં દર્શન થતાં હતાં. તેના ફળસ્વરૂપે તેમની પાસેથી ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી અનેક પૂજય મહારાજ સાહેબો સંતોષ અનુભવી તેમના જ્ઞાનની મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા. તેમ જ તેમની પાસેથી કર્મસાહિત્ય વગેરેનું તલસ્પર્શી જ્ઞાન મેળવી બહુવિધ સંખ્યામાં તૈયાર થયેલા વિદ્વાનો આજે શ્રી ચતુર્વિધ સંઘમાં જ્ઞાનગંગાના પ્રવાહને વહેતો રાખવામાં સહભાગી બન્યા છે. તે બધો યશ પંડિતજીના ફાળે જાય છે.
કર્મનાં રહસ્યોને ખુલ્લા કરવામાં તેમની માસ્ટરી હતી. આ વિષયમાં શંકાઓનું સંતોષપ્રદ સમાધાન તેમની પાસેથી મળતું. તેઓશ્રીએ પૂજયપાદ આચાર્યદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી આદિ મહારાજ સાહેબોએ લખેલ ગહન વિષયોથી ભરપૂર અને સંસ્કૃત પ્રેમ-પ્રભા ટીકા યુક્ત પડિબંધો' વગેરે ગ્રન્થોના મૂળ મેટરનું નિરીક્ષણ કરી આપીને તે તે ગ્રન્થોની ગરિમા વધારવામાં
સૌજન્ય : શ્રી એક સદ્ગસ્થ, પાટણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org