________________
તેઓ સહભાગી બન્યા છે.
તેઓશ્રીના “સમાસ સુબોધિકા’ ‘કર્મપ્રકૃતિ મૂળ’, ‘વસંત સ્તોત્રાદિ સંગ્રહ’ પુસ્તકોએ અભ્યાસકવર્ગમાં સારી ચાહના મેળવી છે.
પંચસંગ્રહ ભાગ-૧ તથા ભાગ-૨ ના પૂ. મલયગિરિજી મહારાજ સાહેબની ટીકાના અગાઉ બહાર પડેલ ગુજરાતી અનુવાદમાં પ્રશ્નોત્તરી-સારસંગ્રહ તથા યથાયોગ્ય સ્થળે પદાર્થોનું સ્પષ્ટીકરણ આપતી ટિપ્પણીઓ મૂકીને આ પુસ્તકોને જિજ્ઞાસુવૃન્દમાં વધુ પ્રિય બનાવવામાં તેમનો મનનપૂર્વકનો અથાગ પ્રયત્ન ભૂરિ-ભૂરિ અનુમોદનાને પાત્ર બન્યો છે.
સ્વાધ્યાય તેઓશ્રીના જીવનનો મુખ્ય ખોરાક હતો. સવારે સામાયિકમાં અને જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે પ્રકરણો વગેરેની આવૃત્તિ કરતા હતા. સ્પષ્ટ વિશુદ્ધ અને ઊંચા અવાજીપૂર્વકના સ્વાધ્યાયમાં તલ્લીન થયેલ તેમનાં દર્શન કરવા એ એક જીવનનો લહાવો ગણાતો.
પ્રતિદિન સામાયિક, ૧૨ તિથિએ પ્રતિક્રમણ અને લીલોતરી ત્યાગ, પાંચતિથિએ એકાશન, ચતુર્દશીએ શક્યતાએ પૌષધ, ૧૪ નિયમ ધારવા, પીવામાં ઉકાળેલ પાણી, દ્રવ્યપૂજા તથા ભાવપૂજા અને વાર્ષિક એક નવી તીર્થયાત્રા, ૧૨ વ્રતોનો સ્વીકાર, તેમાંય પરિઝવ્રતમાં વિશેષ પ્રત્યાખ્યાનથી અત્યલ્પ-પરિગ્રહી, આમ બાલબ્રહ્મચારી એવા તેમનું જીવન શ્રાવકના અનેક ગુણોથી અલંકૃત હતું.
સવારે પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સમ્યગ્દર્શન, જ્ઞાન અને દેશ ચારિત્રની આરાધનામાં તેઓશ્રી મગ્ન રહેતા.
નયનોનું નીર તો હતું જ નહિ અને છેલ્લાં કેટલાંક વર્ષોથી કાન પણ કામ આપતા ન હતા. મશીનથી સાંભળીને કામ ચલાવતા. આમ બે મુખ્ય ઇંદ્રિયોની પરાધીનતા છતાં દૈનિક ધર્માનુષ્ઠાનો પ્રાયઃ છોડતા નહીં. અને મનની મક્કમતાપૂર્વક અધ્યાપનકાર્ય વગેરે દરેક પ્રવૃત્તિઓ સતત ચાલુ રહેતી. જીવરક્ષા માટે તો તેઓ દરેક ક્ષણે સજાગ રહેતા.
પૂજ્ય મહારાજ સાહેબોની વૈયાવચ્ચ સેવા-ભક્તિ તેમના જીવનમાં ઉચ્ચ સ્તરે જોવા મળતી. દવાઓના ગુણ-દોષની પૂરી જાણકારી મેળવી, આયુર્વેદિક દવાઓની પડીકીઓ સ્વયં બનાવી સંસ્થાના માધ્યમથી ચોકસાઈપૂર્વક ભક્તિનો લાભ લેતા હતા.
સંસ્થાને આર્થિક સહાયમાં તેમની સત્રેરણા ફળદાયી બની છે.
રાજસ્થાની પંડિતશ્રીએ આ સંસ્થામાં વર્ષો સુધી રહીને ગુજરાતી બની મહેસાણાને સ્વવતન બનાવી શ્રી યશોવિજયજી પાઠશાળાને પોતાનું ઘર બનાવી દીધું હતું.
આ જીવનના અંતિમ દિવસે શરીરમાં ઢીલાશ છતાં જ્ઞાનદાનની ધારા ચાલુ હતી. જ્ઞાનપિપાસુઓની સાથે વાતચીત કરતાં કરતાં કોઈ વિશેષ બીમારી વિના જીવનનો છેલ્લો શ્વાસ મૂક્યો અને એ જ્ઞાનદીપ બુઝાઈ ગયો. વિદ્યાના અર્થીઓને ઉચ્ચ પ્રકાશ આપતો ગયો.
મારા પુણ્યના ઉદયે આ પાઠશાળા મળી અને લાગણીશીલ જ્ઞાનદાતા શ્રી પુખરાજજી સાહેબની સાંનિધ્યતા પ્રાપ્ત થઈ. તેમની પાસેથી કંઈક જ્ઞાન ગ્રહણ કરવાની સુવર્ણ તક મળી. સાથે સાથે આ સંસ્થામાં તેમના આશીર્વાદથી અધ્યાપકના સ્થાને રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું.
ઉપકારીનો ઉપકાર શું ભુલાય ? ઋણનો બદલો શી રીતે વળાય ?
સૌજન્ય : શ્રી એક સદ્ગસ્થ, પાટણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org