________________
મફતલાલભાઈ જૈન સંઘમાં ઉપસ્થિત થતા પ્રશ્નોના ઉકેલમાં સારો રસ ધરાવતા હતા. મુંબઈ સરકારે દાખલ કરેલ બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ ઍકટના સુપ્રીમ કોર્ટમાં ચાલેલ કેસમાં તેમ જ કેસરિયાજી તીર્થના કેસમાં તેમ જ કાયદાકીય કામકાજ હોય ત્યારે જૈન સંઘને સારી સેવા આપી હતી.
આણંદજી કલ્યાણજીની પેઢી, સીમંધરસ્વામિ જિનમંદિર, શ્રી સિદ્ધચક્ર આરાધક સમાજ શ્રી શંખેશ્વર આગમમંદિર, વિશ્વનંદીકર સંઘ, દેશિવરતિ ધર્મારાધક સમાજ અને મહેસાણા પાઠશાળા આદિ સંસ્થાઓમાં સારી સેવા આપી હતી.
લગભગ અગિયાર વર્ષ પહેલાં મુંબઈ ગોડાજી જૈન સંઘ તથા સુરત જૈન સંઘના વિશિષ્ટ સંનિષ્ઠ કાર્યકર્તાઓએ રૂપિયા એક લાખની થેલી અર્પણ કરી તેમનું બહુમાન કરેલ હતું પરન્તુ તે રકમ ટ્રસ્ટને અર્પણ કરી પંડિતજીએ પોતાની ઉદારતા બતાવી હતી.
મહેસાણા શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના અમૃત મહોત્સવ ગ્રન્થ સંપાદનની સમિતિમાં અગ્રેસર રહી સારી રીતે ગ્રન્થ સંપાદન કરેલ હતો.
પોતાના જીવનનાં છેલ્લાં છ વર્ષમાં આંખનું તેજ ચાલી જવાથી પોતે કંઠસ્થ કરેલ સ્તવનો, સજ્ઝાયો સ્તોત્રોનો દ૨૨ોજ ચારથી પાંચ કલાક સ્વાધ્યાય કરી પોતે પ્રાપ્ત કરેલ જ્ઞાનનો આનંદ મેળવતા હતા.
ધાર્મિક તત્ત્વજ્ઞાનના અભ્યાસી કર્તવ્યનિષ્ઠ પંડિતશ્રી મફતલાલભાઈનું જીવન પ્રશંસનીય હતું. મહેસાણા પાઠશાળામાં અભ્યાસ કરી તૈયાર થયેલા અગ્રેસર પંડિતોમાં તેઓની ગણના થતી હતી.
ΦΟ
Jain Education International
સૌજન્ય : શ્રી સુધીરભાઈ શાહ
For Private & Personal Use Only
www.jainelibrary.org