________________
૨૨ ઢાળ-૧ : ગાથા-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આદિના કારણે દંભ વિના જો હીનતા (શિથિલતા) હોય તો તે હીનતા દેખીને પણ જ્ઞાનવંત મહાત્માની અવજ્ઞા કદાપિ કરવી નહીં. કારણ કે તે મહાત્મા પુરુષ જ્ઞાનયોગ દ્વારા જગતમાં જૈનશાસનની પ્રભાવના કરનારા છે. એમ જાણવું.
- જ્ઞાનયોગમાં હીન હોય અને ચારિત્રમાર્ગમાં અધિક હોય અથવા ચારિત્ર માર્ગમાં હીન હોય અને જ્ઞાનયોગમાં અધિક હોય આ બન્ને જીવોમાં પ્રથમને આગીયા સમાન અને બીજાને સૂર્યસમાન આ જ રાસની ૧પમી ઢાળના દુહા-ગાથા ૨૪૮૨૪૯ તથા ૨૫૦માં કહ્યા છે. તથા શ્રી યોગદષ્ટિસમુચ્ચયગ્રંથમાં શ્રી સૂરિપુરંદર હરિભદ્રસૂરિજી મ. શ્રી પણ આ પ્રમાણે કહે છે
तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥ योगदृष्टि समु० २२३॥
એક જીવ તત્ત્વનો પક્ષ પાતી હોય એટલે કે જ્ઞાન યોગી હોય, અને બીજો જીવ ભાવશૂન્ય ક્રિયાવાળો હોય તો આ બન્નેની અંદર સૂર્ય અને આગીયા જેટલું અંતર જાણવું.
આ પ્રમાણે આ બન્ને જીવોમાં અંતર સમજીને જ્ઞાનીઓમાં ક્રિયાની કંઈક અંશે ન્યૂનતા દેખીને પણ જ્ઞાનયોગી મહાત્માની અવજ્ઞા કરવી નહીં. જ્ઞાનગુણ સ્વ-પર પ્રકાશક છે. / ૫ / દ્રવ્યાદિક ચિંતાઈ સાર, શુક્લધ્યાન પણિ લહિઈ પાર ! તે માટે અહિ જ આદરો, સદ્ગુરુ વિણ મત ભૂલા ફરો . ૧-૬
ગાથાર્થ દ્રવ્ય ગુણ પર્યાયની ચિંતવણા કરનારો આત્મા શ્રેષ્ઠ એવા શુક્લ ધ્યાનનો પણ પાર પામે છે. તે માટે આ દ્રવ્યાનુયોગનો જ વધારે આદર કરો. અને તેમાં સગુરુ વિના (સ્વમતિકલ્પના પ્રમાણે) ભૂલા ન ભટકો. ૧-૬ |
ટબો- કોઈ કહસ્યઇ, જે “ક્રિયાહીન જ્ઞાનવંતનઈં ભલો કહિયો, તે દીપકસમ્યકત્વની અપેક્ષાઈ, પણિ ક્રિયાની હીનતાઈ જ્ઞાનથી પોતાનો ઉપકાર ન હોઈ તે શંકા ટાલવાનઇં “દ્રવ્યાદિ જ્ઞાન જ શુક્લધ્યાન દ્વારઈ મોક્ષકારણ, માટિં ઉપાદેય છઈ-ઇમ, કહઈ છઈ.
દ્રવ્યાદિકની ચિંતાઈ શુક્લધ્યાનનો પણિ પાર પામિઈ, જે માર્ટિ-આત્મદ્રવ્ય-ગુણપર્યાયભેદ ચિંતાઈ શુક્લધ્યાનનો પ્રથમ ભેદ હોઈ, અનઈ તેહની અભેદચિંતાઈ દ્વિતીય પાદ હોઈ, તથા શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયની ભાવનાઈ “સિદ્ધસમાપત્તિ” હોઈ તે તો શુક્લધ્યાનનું ફલ છઈ.