________________
૨૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૬ प्रवचनसारेऽप्युक्तम्जो जाणदि अरिहंते, दव्वत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं, मोहो खलु जादि तस्स लयं ॥ १-८० ॥
તે માંટિ-એક જ દ્રવ્યાનુયોગ આદરો, પણિ સદ્ગ વિના સ્વમતિ કલ્પનાઇ ભૂલા મ ફિરસ્યો. || ૧-૧ ||
વિવેચન- પાંચમી ગાથામાં ક્રિયામાં હીનતાવાળો અને જ્ઞાનયોગમાં વિશાળતાવાળો જીવ “જૈન શાસનનો પ્રભાવક છે” માટે અધિક છે. તેની અવજ્ઞા ન કરવી.” એમ જે કહેવામાં આવ્યું છે. ત્યાં શોરૂં કદી કોઈક શિષ્ય આવી શંકા કરીને કદાચ કહેશે કે ને શિયાદીન જ્ઞાનવંતનડું મો વહિ, તે રીસિવિન્દ્રની અપેક્ષારૂં ક્રિયાથી હીન એવા જ્ઞાનવંત જીવને તમે જે ભલો કહ્યો, તે દીપકસમ્યકત્વની અપેક્ષાએ કહ્યો છે. પણ દિયાની હીનતા જ્ઞાનથી પોતાની ૩૫ર ન દોડું પરંતુ ક્રિયાની હીનતા હોવાથી કેવળ એકલા જ્ઞાનમાત્રથી પોતાના આત્માનો તો ઉપકાર થશે જ નહીં. કારણ કે જે તરવાની કલા જાણે પણ તળાવ કે સરોવરમાં પડીને હાથ પગ ચલાવવાની ક્રિયા ન કરે તે તારક હોય તો પણ તરે નહી. તેની જેમ. તે શંશા ટાર્તવાન “દ્રવ્યક્તિ જ્ઞાન વિધ્યાન દોરડું મોક્ષાર, મટિં ૩પ છ-રૂમ વહે છે આવી શંકા ટાળવાને માટે “દ્રવ્યાદિ (દ્રવ્ય-ગુણ પર્યાયો)નું જ્ઞાન જ શુક્લધ્યાન પ્રાપ્ત કરાવવા દ્વારા મુક્તિનું કારણ બને છે તે માટે જ્ઞાનમાર્ગ જ વિશેષ ઉપાદેય છે. એમ હવે સમજાવે છે–
જ્ઞાનયોગીને જેવો ભલો કહ્યો, એવો ક્રિયાયોગીને ભલો ન કહ્યો તેથી કોઈ શિષ્યને સ્વાભાવિકપણે આવી શંકા થાય છે કે જેમ દીપકનો પ્રકાશ ચારે તરફ અજવાળું પાથરે છે પરંતુ પોતાની નીચે તો (કોડીયાવાળા તેલના અથવા ફાનસના દીવાની અપેક્ષાએ) અંધારું જ હોય છે. તેવી રીતે આવા જ્ઞાનયોગી આત્મા પણ દીપકસમ્યકત્વવાળા કહેવાય છે. કે જે જ્ઞાન દ્વારા પરને બોધ આપે. પરંતુ પોતે તો ક્રિયાહીન હોવાથી પોતાનો ઉપકાર ન જ કરે, તેવા કેવળ એકલા જ્ઞાનયોગથી આત્માને શું લાભ ? વળી જ્ઞાનયોગીને શાસન પ્રભાવક કહીને ભલો કહ્યો તો શાસ્ત્રોમાં આઠ પ્રકારના પ્રભાવક કહ્યા છે. એટલે જ્ઞાન દ્વારા જૈન શાસનના પ્રભાવક જેમ બને તેમ તપ આદિ ક્રિયા દ્વારા પણ પ્રભાવક થઈ શકે છે. તો ક્રિયાવાળાને પણ ભલા કહેવા જોઈએ આવી શંકા અહીં કોઈ શિષ્ય કરી શકે છે.
સમ્યકત્વ ત્રણ પ્રકારનાં છે. ૧ કારક. ૨ રોચક. ૩ દીપક. ત્યાં જે આત્મા ક્ષાયિકાદિ ત્રણમાંના કોઈ પણ સમ્યકત્વવાળો થયો છતો શ્રદ્ધા ગુણ પૂર્વક જિનાજ્ઞાનુસાર વ્રત-નિયમાદિ ધર્મક્રિયાઓ કરે છે તે કારક સમ્યકત્વ કહેવાય છે. જિનવચનમાં પરિપૂર્ણ શ્રદ્ધા હોતે છતે