________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
અભિપ્રાયો
૬૩
ગ્રંથોનું સંપાદન કરી જ્ઞાન તરફની ઘણી લાગણી વ્યક્ત કરી છે. આવા જ બીજા સુંદર ગ્રંથોનો અનુવાદ તૈયાર કરી જૈન સંઘને અર્પણ કરે અને તે માટે શાસનદેવ તેઓનું સ્વાસ્થ્ય સારું રાખવામાં સહાયક થાય. એ જ આશા.....
૫, રત્નસાગર એપાર્ટમેન્ટ, ગોપીપુરા, કાજીનું મેદાન, સુરત. તા. ૬-૧૨-૨૦૦૪
માણેકલાલ હરગોવનદાસ સોનેથા સાહિત્યશાસ્ત્રી, ડી. બી. એડ. (પ્રથમવર્ગ - વિશેષયોગ્યતા સાથે)
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એટલે જગત્તત્ત્વ
''
અરિહંત પરમાત્મા કેવલજ્ઞાન પામ્યા પછી ‘‘૩પનેફ વા, વિનમેડ઼ વા, થુવેડ઼ વા' આ ત્રિપદી આપવા દ્વારા ગણધર ભગવંતોની તથા શ્રી ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરે છે. ગણધર ભગવંતો ત્રિપદીને પ્રાપ્ત કરીને દ્વાદશાંગી રચે છે. જેમાં જગતના સર્વ પદાર્થોનું ષડૂદ્રવ્યનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. પરંતુ દ્વાદશાંગી ભણવાના અનધિકારી જીવોના ઉપકાર માટે પૂર્વાચાર્યો નાના-મોટા અનેક પ્રાકરણિક ગ્રંથો રચે છે.
ભગવાન મહાવીરસ્વામી પછી પૂ. શ્રી હરિભદ્રસૂરિજી, પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મ. આદિ મહાત્માઓએ અનેક ગ્રંથો બનાવ્યા છે. સત્તરમા સૈકામાં થયેલા ન્યાયાચાર્ય પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. શ્રીએ છ દ્રવ્યોના વિસ્તૃત વર્ણન સ્વરૂપે આ ‘રાસ” બનાવ્યો છે. આ મહાત્માએ સંસ્કૃત ભાષામાં તો અનેક ગ્રંથો બનાવ્યા છે. પરંતુ ગુજરાતી ભાષામાં પણ બાલભોગ્ય ઘણુ સાહિત્ય બનાવ્યું છે. તેમાં આ ‘“રાસ” એ અદ્વિતીય કૃતિ છે. ગુજરાતી હોવા છતાં તેના ભાવો સમજવા ઘણા જ કઠીન છે તેથી અમારા વડીલબંધુ પં. શ્રી ધીરુભાઇએ સરળ ભાષામાં સમજાય તેવું જે વિવરણ કર્યું છે તે ઘણું જ અનુમોદનીય છે.
છ દ્રવ્યોના યથાર્થ જ્ઞાનથી અજ્ઞાન નાશ પામે છે. સાચુ સ્વરૂપ જાણવાથી જીવઅજીવનો ભેદ સમજાય છે. રાગ-દ્વેષ ઘટે છે અને આત્મા શુદ્ધ-બુદ્ધ બને છે. સાગર સમાન અને ન્યાયયુક્ત આ ગ્રંથને સરળ ભાષામાં સમજાવવાનો શ્રી ધીરુભાઇનો જે આ પ્રયત્ન છે. તે પ્રશંસનીય છે અને તેની ભુરી-ભુરી અનુમોદના કરું છું.
શ્રી કુમુદચંદ્ર એપાર્ટમેન્ટ સોની ફળીયા–ગોપીપુરા, સુરત.
એજ લિ. મહેતા રસિકલાલ શાન્તિલાલ