SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ | રાસના અભ્યાસની આવશ્યકતા અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવોએ માનવ જન્મ પ્રાપ્ત કર્યા પછી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે સવિશેષ પ્રયત્ન કરવો જોઈએ. જૈનશાસનમાં કથાનુયોગ આદિ ચાર અનુયોગ જણાવ્યા છે. સ્યાદ્વાદ શૈલીવાળા જૈનદર્શનમાં ચારે અનુયોગો ઉપકારી હોવાં છતાં ચરણકરણાનુયોગ ક્રિયા સ્વરૂપે અને દ્રવ્યાનુયોગ દ્રવ્યોના જ્ઞાન સ્વરૂપે જીવોનો સવિશેષ ઉપકાર કરે છે. બહિર્મુખદશામાંથી અંતર્મુખદશા અને વિભાવદશામાંથી સ્વભાવદશા પ્રાપ્ત કરવા માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અતિશય ઉપયોગી છે. મહામહોપાધ્યાય અને ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મ. શ્રીએ આ રાસની રચના કરીને દ્રવ્યાનુયોગના અભ્યાસનું શ્રેષ્ઠતમ સાધન શ્રી સંઘને અર્પણ કરેલ છે. તેઓએ કરેલી જ્ઞાનપ્રાપ્તિમાં શ્રેષ્ઠિવર્ય શ્રી ધનજી સુરાએ દાખવેલી ઉદારતા ઘણી અનુમોદનીય છે. પૂજય ઉપાધ્યાયજી મ. શ્રીએ અધ્યાત્મમત પરીક્ષા-પ્રતિમા શતક આદિ વિદ્વદ્ભોગ્ય, સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથોની રચના કરીને ગુજરાતી ભાષામાં પણ સ્તવનચોવીશી, આઠ વૃષ્ટિની સઝાય, સમકિતની સઝાય, ૧૨૫-૩૫૦ ગાથાનાં સીમંધરસ્વામિનાં સ્તવનો આદિ બાલભોગ્ય સાહિત્ય પણ ઘણું બનાવ્યું છે. આવા પ્રકારના ભક્તિયોગ દ્વારા પરમાત્મા સાથે તાદાસ્યભાવ સાધવા સુંદર પ્રયત્ન કર્યો છે. TUપર્યાયવકવ્ય”“વ્યાશ્રયાનિ TUIT" ઈત્યાદિ તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલા સૂત્રો અનુસારે છ દ્રવ્યો, તેના ગુણ-પર્યાયો, તેઓના ભેદભેદ, સાતનય, સપ્તભંગી ઈત્યાદિ અનેક વિષયો, આ રાસમાં સુંદર રીતે ચર્ચલા છે. ગુનિશ્રાની આવશ્યકતા, દરેક ઢાળોમાં કયો કયો વિષય કેવી સુંદર શૈલિથી વર્ણવેલો છે. તે બાબત પ્રસ્તાવનામાં જણાવેલ છે. આ ગ્રન્થના સરળ ગુજરાતી અનુવાદની ખાસ આવશ્યકતા હતી. પંડિત શ્રી ધીરૂભાઈ દ્રવ્યાનુયોગના સારા અભ્યાસક છે. અભ્યાસ કરવા-કરાવવામાં સતત પ્રયત્નશીલ પંડિતજીએ અધ્યયનની સાથે ગહન ગ્રન્થોનો અભ્યાસ ચાલુ રાખી અધ્યાપકની સજ્જનતા પ્રાપ્ત કરી છે. તાત્ત્વિક વિષયના હાર્દ સુધી પહોંચવા અને અભ્યાસકોને પણ તેટલા જ ઊંડાણમાં લઈ જવા આગવી શૈલિથી તત્ત્વજ્ઞાનના વિષયને સુંદર રીતે રજુ કરે છે. તેથી તથા સરળતા, વિનય, વિવેક આદિ ગુણોથી અભ્યાસકોમાં તથા વિદ્વાનોમાં આદરપાત્ર સ્થાન મેળવેલ છે. સંયમી જીવનમાં સ્વાધ્યાય, તપશ્ચર્યા, વૈયાવચ્ચ અને ધર્માનુષ્ઠાનો આદિ બધા યોગોમાં સ્વાધ્યાય સવિશેષ ઉપયોગી છે. આ ગ્રન્થના પ્રકાશનથી દ્રવ્યાનુયોગના અભ્યાસી આત્માઓને ઘણી સરળતા થશે. પંડિતજી શ્રી ધીરુભાઈએ રત્નાકરાવતારિકા ભાગ- ૧, ૨, ૩ તથા યોગદષ્ટિ સમુચ્ચય અને દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ જેવા ઉત્તમ અને ગહન
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy