SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ભારતની ભૂમિ, ધર્મ-અર્થ-કામ અને મોક્ષ, આમ ચાર પ્રકારનાં કાર્યો સાધવામાં સદા પ્રધાન રહી છે. તેમાં પણ મોક્ષ સાધવામાં અને તેના કારણરૂપે ધર્મ સાધવામાં અતિશય વિશિષ્ટ પ્રધાન રહી છે. વર્તમાનકાળે પણ તેમ છે. અને ભવિષ્યમાં પણ આમ જ રહેશે. તે કારણે તે ભૂમિનો ઈતિહાસ અને તે ભૂમિનું ગૌરવ લાખો-કરોડો વર્ષો પુરાણું છે. આ જ ભૂમિ ઉપર અનેક જીવોને સંસારસાગરથી તારનારા તીર્થંકર પરમાત્માઓ, ગણધરભગવંતો, અનેક આચાર્ય મહારાજાઓ તથા સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓ થયા છે. કે જે સર્વે જૈન સંત પુરુષોએ આત્માના કલ્યાણ કરનારી ધર્મમય વાણીનો વરસાદ વરસાવ્યો છે. જે વાણીના પ્રતાપે અનેક આત્માઓએ આર્યત્વના સંસ્કાર પામી, ઉત્તમ ધર્મતત્ત્વ આરાધી, આત્મ-કલ્યાણ સાધ્યું છે અને સાધે છે. વૈરાગ્યવાહિની વાણી સાંભળીને અસાર સંસારનો ત્યાગ કરીને જૈનપણાની દીક્ષા સ્વીકારી આ જ ભૂમિ ઉપર અનેક આત્માઓએ આત્મસાધના કરી છે અને કરે છે.' તથા ઘણા જૈનેતર ઋષિ મુનિઓ પણ આ ભૂમિ ઉપર થયા છે અને પોતપોતાના દર્શનાનુસારે જનતાને ધર્મતત્ત્વ સમજાવ્યું છે. જૈન શાસનમાં ચરમતીર્થપતિ પરમાત્મા શ્રીમહાવીરપ્રભુ ચોથા આરાના અંતે થયા. તેઓશ્રીની ૩૫ ગુણયુક્ત પરમપવિત્ર વાણી સાંભળીને ગૌતમસ્વામી આદિ ૧૧ ગણધર ભગવંતો થયા કે જેઓએ દ્વાદશાંગીની રચના કરી. ત્યારબાદ શ્રી જંબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી અને શ્રી ભદ્રબાહુસ્વામી આદિ અનેક મહાત્મા પુરુષો થયા કે જે મહર્ષિ પુરુષોએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં નાનાં મોટાં અનેક આગમશાસ્ત્રો તથા પ્રાકરણિકશાસ્ત્રો બનાવી પરમાત્માની વાણીનો વિસ્તાર કરવાનું ભગીરથ કાર્ય કર્યું. શ્રેષ્ઠકોટિનું સાહિત્ય સર્જન કરવા દ્વારા જગતના જીવોનું કલ્યાણ કરનારા આવા પ્રકારના ઘણા મહાત્મા પુરુષો આ ભૂમિ ઉપર થયા. આવા મહાત્મા પુરુષોમાં પૂજ્ય ભદ્રબાહુસ્વામીજી, પૂ. ઉમાસ્વાતિજી, પૂ. જિનભદ્રગણિક્ષમાશ્રમણજી, પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી, પૂ. હરિભદ્રસૂરિજી, નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી, પૂ. આ. શ્રી મલયગિરિજી, પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી તથા પૂજ્યશ્રી યશોવિજયજી ઉપાધ્યાય આદિનાં નામો શ્વેતાંબરાસ્નાયમાં સારી રીતે પ્રસિદ્ધ છે. તે જ રીતે દિગંબરાન્ઝાયમાં પણ શ્રી કુંદકુંદાચાર્યજી, પૂજ્યપાદ સ્વામીજી, સમંતભદ્રજી, અકલંકાચાર્યજી, અમૃતચંદ્રાચાર્યજી, આચાર્ય નેમિચંદ્રજી વગેરે સંતો થયા છે. આ ૨૫૦૦ વર્ષના ગાળામાં આવા જ્ઞાનગંગામાં ઓતપ્રોત બનેલા અનેક મહાત્મા પુરુષો આ ભૂમિ ઉપર થયા છે.
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy