________________
કેવલજ્ઞાનના નિર્મલ પ્રકાશમાં
પદ્રવ્યાત્મક લોકનું દર્શન કરી પરમતારક, જ્ઞાનયોગનો રણકાર
દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્મા લોકના યથાર્થ –ન્સ
સ્વરૂપને પ્રકાશિત કરે છે. તારક તીર્થકર
પરમાત્માની વાણી સ્યાદ્વાદમય હોય છે. પરમવિનેયી શ્રી ગણધર ભગવંતોને “૩૫ને વા, વિખેફ વા, યુવેર વા" આ ત્રિપદી આપી પદ્વવ્યાત્મક લોકના યથાર્થ સ્વરૂપનું દર્શન કરાવે છે. મહાન ગ્રંથકાર પૂજ્યપાદ ભગવાન ઉમાસ્વાતિજી તત્ત્વાર્થાધિગમસૂત્રના “સત્યાદિ-વ્ય-શૌયુવત્તિ સ” આ સૂત્રમાં ત્રિપદીનું રહસ્ય ખોલે છે. વિશ્વમાં જે પદાર્થોનું અસ્તિત્વ છે તે દરેક ઉત્પત્તિ, વિનાશ અને સ્થિર ધર્મવાળા પ્રતિસમયમાં છે. અર્થાત્ સર્વપદાર્થ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. પદાર્થ દ્રવ્ય સ્વરૂપે નિત્ય છે. પરંતુ સહભાવી એવા ગુણોમાં પ્રતિસમયે હાનિ-વૃદ્ધિરૂપ થતા પર્યાયોની અપેક્ષાએ તે દ્રવ્ય અનિત્ય પણ છે.
સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન ન્યાયવિશારદ પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ. સાહેબ દ્રવ્યગુણ પર્યાયના રાસમાં ત્રિપદીનું રહસ્ય, દ્રવ્યથી ગુણ અને પર્યાયનો ભેદ તથા અભેદ, દ્રવ્ય-ગુણ-પર્યાયનું લક્ષણ અને નય-સપ્તભંગીના વિષયો જણાવવા સાથે આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં દ્રવ્યાનુયોગના ગ્રન્થોનું અધ્યયન, મનન, પરિશીલન આ જ મુખ્યમાર્ગ છે આવું ભારપૂર્વક ગુજરાતી પદ્યના આ ગ્રન્થમાં સ્પષ્ટપણે કહે છે.
દ્રવ્ય કદાપિ ગુણ-પર્યાય રહિત ન હોય અને ગુણ-પર્યાયો દ્રવ્ય વિના સ્વતંત્ર ક્યારેય ન હોય. ગુણ અને પર્યાય ભિન્ન નથી. દ્રવ્ય સહભાવી (દ્રવ્યની સાથે જ રહેનાર) તે ગુણ છે અને ક્રમભાવી (ક્રમશઃ થતી દ્રવ્યની નવી નવી અવસ્થા અર્થાત્ પૂર્વ અવસ્થાનો વ્યય તથા ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ) તે પર્યાય છે. વ્યાશ્રયા નિIિ TUTI , તાવઃ પરિણામ: (તત્ત્વાર્થસૂત્ર) રાસની બીજી ઢાળની કેટલીક પંક્તિઓ આ જ હકીકત સ્પષ્ટ કરે છે.
ગુણ-પર્યાય તણું જે ભાજન, એકરૂપ ત્રિહું કાલિ રે,
ધરમ કહી જઇ ગુણ સહભાવી, ક્રમભાવી પર્યાયો રે. અપેક્ષાવિશેષથી સર્વપદાર્થો ભિન્ન પણ છે-અભિન્ન પણ છે તથા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યા સ્વરૂપવાળા છે. દેખાતી વિરોધી આવી અનેક બાબતો પરમાર્થથી અવિરોધી છે આવી સમન્વય દૃષ્ટિ સાધી આપનાર સાદ્વાદ સિદ્ધાન્તમય જૈનદર્શન વિશ્વનું અદ્વિતીય-લોકોત્તર દર્શન છે. રાસની પહેલી ઢાળમાં પૂજ્યપાદ્ ઉપાધ્યાયજી મ. સાહેબે દ્રવ્યાનુયોગના ગ્રન્થોના (સમ્મતિતર્ક, તત્ત્વાર્થાધિગમસૂત્ર, વિશેષાવશ્યકભાષ્ય, ધર્મસંગ્રહણી, કમ્મપયડી આદિના) અધ્યયન ઉપર ભાર મૂકી શ્રુતધર મહાપુરુષોના ટંકશાળી વચનોની સાક્ષી આપી જ્ઞાનયોગની પ્રધાનતા સમજાવી છે.