________________
૪૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આશીર્વાદ વચનો ‘રહસ્ય પદથી અંકિત ૧૦૦ જેટલા ગ્રંથોની રચના કરી જે રચવાની ઈચ્છા તેમણે ભાષા રહસ્ય નામક ગ્રંથમાં વ્યક્ત કરી છે) જૈનદર્શનને ન્યાયના વિષયમાં ટોચ ઉપર બિરાજીત કરવાનું યશસ્વી કાર્ય કર્યું હતું. તેમના સમકાલીન થયેલા લાભાનંદજી (આનંદઘનજી) મહારાજાના સહવાસથી તર્ક સાથે તેમની આધ્યાત્મિક અનુભૂતિની ચેતના પણ સોળે કળાએ ખીલી ઉઠી હતી.
તેમના જ શબ્દોમાં – ભવ ખપાઈ સુજસ વિલાસ, ભયે સિદ્ધ સ્વરૂપ લીયે ધસમસ, આનંદઘન કે સંગ સુજશ હી મિલે જબ, તબ આનંદસમ ભયો સકસ...
આવી અધ્યાત્મ ચેતનામાંથી અધ્યાત્મસાર-જ્ઞાનસાર-અધ્યાત્મોપનિષદ્ જેવા ગ્રંથોના નિણંદો, સર્જન થયા છે. બાકી અધ્યાત્મ વગરના તર્કમાં શુષ્કતા અને જડતા આવી જતાં વાર નથી લાગતી.
ઉપા. યશોવિજયજી મ. ઉપર “ગુરૂકૃપા' ની મહેર તો હતી જ. સાથે જ માં સરસ્વતીની મહેર પણ અપરંપાર હતી. “” આ મંત્રના બીજાક્ષરથી માતા સરસ્વતીએ તુષ્ટ થઈને ગંગાનદીના કાંઠે તેમને તર્ક-કાવ્યનું વરદાન આપ્યું હતું. ભારતીની આ કૃપાથી તેમનું બુદ્ધિબળ-તેમની વિચક્ષણતા આસમાને પહોંચી હતી. આ સરસ્વતીદત્ત મંત્રકૃપાને જીવંત રાખવા માટે જ તેઓ પોતાના દરેક ગ્રંથોની રચનાનો પ્રારંભ “Úદ્ર” શબ્દાંતગર્ત “Ú” શબ્દથી કરતા.
કૃપાબળ અને બુદ્ધિબળના જોરે ઉપાધ્યાયજીએ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં અઢળક સાહિત્ય સર્જન કર્યું. તેમના સર્જનમાં સૂક્ષ્મતા, સ્પષ્ટતા અને સમન્વયતાનો સુભગ સમાગમ દિવા જેવો સ્પષ્ટ દેખાય છે. એક બાજુ વિદ્વાનોને પણ સમજાવવામાં ભેજાનું દહીં થઈ જાય તેવા તર્ક ભરપૂર ગ્રંથો સર્જન કરવા, તો બીજી બાજુ અભણ માણસો પણ સરળતાથી ગાઈ શકે, અધ્યાત્મ ભક્તિમાં ભીંજાઈ શકે, એવા સરળ ગુજરાતી ભાષાબદ્ધ સ્તવનોના સર્જન કરવા આ જ તેમની કોઈક વિશિષ્ટ વિશેષતા હતી.
ગુર્જરભાષાનાં સ્તવનો, કાવ્યો, અધ્યાત્મિક પદો, ગીતો ઉપરાંત રાસોની રચના પણ તેમને રસાળ શૈલીમાં કરી છે જેનાથી સર્વતોવ્યાપ્ત તેમની વિદ્વતા પ્રગટ થાય છે.