________________
૩૪૮ ઢાળ-૮ : ગાથા-૨૦-૨૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અનુભવતો હોય ત્યારે બીજા સર્વે નયો ગૌણતા અનુભવે જ. તેથી નિશ્ચયનયની પ્રધાનતાકાળે વ્યવહારનય જો ઉપચાર (ગૌણતા) અનુભવતો હોય તો વ્યવહારનયની પ્રધાનતાકાળે નિશ્ચયનય પણ ઉપચારતાને (ગૌણતાને) અવશ્ય અનુભવે જ છે. આ વાત નક્કી છે.
જેમ નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ ૧ અસંખ્યાતપ્રદેશીપણું, ૨ નિરંજન, ૩ અનંત જ્ઞાનાદિ ગુણોવાળાપણું, ૪ નિત્ય, ૫ જ્ઞાનથી વિભુપણું, ૬ કર્મજન્ય દોષરહિતપણું, ૭ સિદ્ધ સદશ શુદ્ધ સ્વરૂપવાળા પણું ઈત્યાદિ જણાય છે. અને શરીરધારી પણું, દેવ-નારકી આદિ અવસ્થાવાળા પણું, રોગી-નિરોગી પણું ઈત્યાદિ ઔદયિકાદિ ભાવોવાળું વ્યવહાર નય માન્ય સ્વરૂપ ઉપચરિત (ગૌણ) જણાય છે. તેવી જ રીતે વ્યવહારનયની પ્રધાનતાના કાળે શરીરધારી આદિ ઔપાધિક
ઔદયિકાદિભાવવાળું સ્વરૂપ જ્યારે મુખ્યપણે જણાય છે ત્યારે ક્ષાયિકભાવનું ભાવાત્મક નિરંજન નિરાકારાદિવાળું નિશ્ચયનયને માન્ય સ્વરૂપ ઉપચાર પણાને (ગૌણપણાને) પામે જ છે. એટલે વ્યવહારમાં ઉપચાર છે અને નિશ્ચયમાં ઉપચાર નથી. આવા ભેદો કરવા તે ખોટુ છે. તથા નિશ્ચયમાં ઉપચાર નથી તેથી તેના ઉપનયરૂપે ભેદ ન થાય અને વ્યવહારમાં ઉપચાર છે. એટલે તેમાં ઉપનયના ભેદ થાય છે. એટલે સદ્ભુત અસદ્દભૂત અને ઉપચરિત આવા ત્રણ ઉપનયો વ્યવહારનયના કર્યા છે. પરંતુ નિશ્ચય નયમાં આવા ઉપનયના ભેદો થતા નથી. તેથી તેમાં ઉપનયના ભેદો કર્યા નથી. આ બધું કથન મિથ્યા છે. અનુચિત છે.
જ્યાં એક નય મુખ્ય હોય છે. ત્યાં શેષ સઘળા નો ગૌણ (ઉપચરિત) હોય જ છે. આ જ વાત યુક્તિસંગત અને શાસ્ત્રસિદ્ધ છે.
अत एव "स्यादस्त्येव" ए नयवाक्यइं अस्तित्वग्राहक निश्चयनयइं अस्तित्वधर्म मुख्यवृत्ति लेतां कालादिक ८ इं अभेदवृत्त्युपचारइं अस्तित्वसंबद्ध सकलधर्म लेतां ज सकलादेशरूप नयवाक्य थाइ. आकरग्रंथइ इम प्रसिद्ध छइ.
આ કારણથી “વફ્લેવ” “ઘટ પટાદિ સઘળી વસ્તુઓ કથંચિત્ અતિ જ છે.” આવા પ્રકારના નયવાક્યમાં, અસ્તિત્વને જણાવનારા નિશ્ચયનયની વિવક્ષા કરીએ ત્યારે, “અસ્તિત્વધર્મની” ભલે પ્રધાનતા વિવફાઈ છે. તો પણ કાલાદિ આઠ દ્વારોએ ૧. કાલાદિ આઠ દ્વારોનું વર્ણન સ્યાદ્વાદ મંજરીમાંથી તથા પદર્શનસમુચ્ચયમાંથી જાણી લેવું.