SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૦-૨૧ ૩૪૭ તે માટઇં નિશ્ચય વ્યવહારનું લક્ષણ ભાષ્યઇ-વિશેષાવશ્યકઇં કહિઉં છÛ, તિમ નિરધારો. તત્ત્વાર્થગ્રાહી નો નિશ્ર્વયઃ, ભોજામિમતાર્થગ્રાહી વ્યવહારઃ । તત્ત્વ અર્થ તેયુક્તિસિદ્ધ અર્થ જાણવો. લોકાભિમત તે વ્યવહારપ્રસિદ્ધ. યધપિ પ્રમાણે તત્ત્વાર્થગ્રાહી છઈ, તથાપિ પ્રમાણ સકલતત્ત્વાર્થગ્રાહી, નિશ્ચયનય એકદેશ તત્ત્વાર્થગ્રાહી, એ ભેદ જાણવા. નિશ્ચયનયની વિષયતા અનÛ વ્યવહારનયની વિષયતા જ અનુભવ સિદ્ધ ભિન્ન છઈ, “અંશ જ્ઞાન ન નિષ્ઠ' જિમ-સવિકલ્પકજ્ઞાનનિષ્ઠ પ્રકારતાદિક અન્યવાદી ભિન્ન માનÛ છÛ. ઈમ, હૃદયમાંહિ વિચારવું. ॥ ૮-૨૧ || વિવેચન— અધ્યાત્મનયની દૃષ્ટિએ દિગંબરાચાર્ય દેવસેનજીએ જે નિશ્ચયનય અને વ્યવહારનય, તથા તેના ભેદ-પ્રતિભેદો જણાવ્યા છે. તે પણ બરાબર નથી. આ બાબત જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે— व्यवहारनई विषे उपचार छइ, निश्चयमांहिं उपचार नथी, ए पणि स्यो विशेष ? जिवारइ - एकनयनी मुख्यवृत्ति लेइइ, तिवारइ - बीजा नयनी उपचारवृत्ति आवइ “ઉપચાર” શબ્દના અર્થમાં ઘણીવાર જીવો મુંઝાઈ જાય છે. “ઉપચાર’”નો અર્થ છે ગૌણ-અમુખ્ય. જ્યાં એકનય મુખ્ય હોય છે. ત્યાં બીજો નય ઉપચાર પામે છે એટલે ગૌણતાએ હોય છે. આવો અર્થ છે. તેને બદલે ઉપચાર નો અર્થ અવાસ્તવિક, મિથ્યા, કાલ્પનિક, અભૂતાર્થ ઈત્યાદિ કરીને નિશ્ચયનય સાચો છે. અને વ્યવહારનય મિથ્યા છે. આવી વિચારધારા દિગંબરામ્નાય ધરાવે છે. તેથી જ અધ્યાત્મ નયના ભેદ પ્રસંગે નિશ્ચયનયમાં ઉપચાર વિનાનાં ઉદાહરણો અને વ્યવહારનયમાં ઉપચારવાળાં ઉદાહરણો આપે છે. પરંતુ વ્યવહારનયમાં ઉપચાર છે અને નિશ્ચયનયમાં ઉપચાર નથી, આવી બન્ને નયોમાં જણાવાતી વિશેષતા પણ શું છે ? અર્થાત્ કંઈ જ નથી એટલે કે ખોટી છે. કારણ કે જ્યારે એકનયની મુખ્યવૃત્તિ (મુખ્યતા) હોય છે. ત્યારે બીજાનયની જે ગૌણતા છે તે જ ઉપચારવૃત્તિ છે. બીજા નયની ઉપચારવૃત્તિ આવે જ. આ કારણે નિશ્ચયનયની મુખ્યવૃત્તિ જ્યારે હોય છે ત્યારે વ્યવહારનયની ઉપચારવૃત્તિ જેમ બને છે. તેમ વ્યવહારનયની મુખ્યવૃત્તિ જ્યારે હોય છે ત્યારે નિશ્ચયનયની પણ ઉપચારવૃત્તિ અવશ્ય હોય જ છે. એટલે નિશ્ચયનયમાં ઉપચાર નથી હોતો આમ કહેવું ખોટુ છે. નિશ્ચયનયના ક્ષેત્રમાં નિશ્ચયનું જેટલું પ્રાધાન્ય છે. તેટલું જ પ્રાધાન્ય વ્યવહારનયના ક્ષેત્રમાં વ્યવહારનયનું પણ છે. એટલે વ્યવહારમાં ઉપચાર છે અને નિશ્ચયમાં ઉપચાર નથી આવો ભેદ ન પાડી શકાય. જ્યારે એક નય પ્રાધાન્યતા
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy