________________
૩૩૭ કે
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા–૧૬-૧૭ ૨. તેમાં દ્રવ્યાર્થિકનય નૈગમાદિના ભેદથી ત્રણ પ્રકારનો છે. અને ૩. પર્યાયાર્થિકનય ઋજુસૂત્ર આદિના ભેદથી ચાર પ્રકારનો છે.
આવા આવા પાઠો હોવાથી નયોની બાબતમાં પણ આમ જ કહેવું જોઈએ. પરંતુ “નવ નિયો છે” આમ એક વાક્યપણે ૨ + ૭ = ભેગા કરીને ૯ પણે જે તમે નયો કહ્યા છે. તે સર્વથા ખોટું જાણવું. જો તમે કહ્યું તેમ હોત અને જેના વિભાગ પાડીએ તેને પણ વિભાગરૂપે ગણી શકાતું હોત તો ઉપરોક્ત વિભાગનાં વાક્યો પણ આ પ્રમાણે શાસ્ત્રોમાં થવાં જોઈએ. ૧. સંસારી, સિદ્ધ અને જીવ, આમ જીવના ત્રણ ભેદો છે. ૨. પૃથ્વી, અપ, તેલ, વાઉ, વનસ્પતિ, ત્રસ અને સંસારી આમ સંસારીના ૭ ભેદો છે. ૩. જિનસિદ્ધાદિ ૧૫ + ૧ સિદ્ધ આમ સિદ્ધના ૧૬ ભેદ છે. ઈત્યાદિ
વિભક્તનો પણ વિભાગ કરીને ઉપર મુજબનાં વાક્યો શાસ્ત્રોમાં હોવાં જોઈએ પણ આવાં વાક્યો કોઈ પણ શાસ્ત્રમાં ક્યાંય પણ આવતાં નથી. માટે વિભક્તનો વિભાગ કરવો ઉચિત નથી. તેમ નયોમાં પણ સમજવું.
हिवइ कोइ कहस्यइ, जे "जीवाजीवी तत्त्वम्" इम कहतां अनेरां तत्त्व आव्यां, तो पणि ७ तत्त्व कहिइं छई, तिम" "द्रव्यार्थिकपर्यायार्थिको नयौ" इम कहतां अनेरा नय आवइ छइ, तोहिं अह्मे स्वप्रक्रियाइं नव नय कहस्यु
હવે અહીં કોઈ દિગંબરાનુયાયી જીવ કદાચ આવો પ્રશ્ન કરે કે નવતત્વમાં “જીવ અને અજીવ” આમ બે તત્ત્વ છે. આટલું જ કહેવામાં અનેરા (બાકીનાં) સાત તત્ત્વો આવી જ ગયાં છે. કારણ કે સંવર નિર્જરા અને મોક્ષ જીવનું સ્વરૂપ હોવાથી જીવતત્ત્વમાં આવી ગયાં છે. અને પુણ્ય, પાપ, આશ્રય અને બંધ પુદ્ગલનું સ્વરૂપ હોવાથી અજીવતત્ત્વમાં આવી જ ગયાં છે. છતાં બેમાં આવી ગયેલાં સાત તત્ત્વને ભિન્ન કરીને જેમ તમે ૯ તત્ત્વો કહો છો. તેમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બને પણ નયો છે. આમ કહેતાં જો કે સાત નો આવી જ જાય છે. (અથવા સાત નિયો છે આમ કહેવાથી આ બે નયો આવી જ જાય છે) તોëિ = તો પણ અમે અમારી નયો કહેવાની દિગંબર નીતિરીતિ મુજબ બે નયોને ભિન્ન કરીને ૯ નયો કહીશું. તો તેમાં શું દોષ છે ? જેમ તમે ૨ તત્ત્વમાં સમાયેલા ૭ તત્ત્વોને ભિન કરીને ૨ + ૭ = બનાવીને ૯ તત્ત્વો કહો છો. તેમ જ અમે પણ ૨ નયમાં સમાયેલા ૭ નયોને અલગ કરીને ૨ + ૭ = બનાવીને ૯ નયો કહીશું. તો કંઈ દોષ દેખાતો નથી. અને
૨૨