________________
૪૦
આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આવા ગ્રંથની તાત્ત્વિક વિભાવના આપણી મેઘા-પ્રજ્ઞા-બુદ્ધિને સતેજ અને સૂક્ષ્મ બનાવે છે. તેથી ગૂઢ અને ગહન શાસ્ત્રોના રહસ્યને પામવા સમર્થ બની શકાય છે.
જો કે આવા ગહન-શ્રમસાધ્ય વિષયોના અભ્યાસુઓ અલ્પ હોય છે. આજથી ૨૫ વર્ષ પહેલાં તો આ ગ્રંથનો પ્રચાર નહિવત્ હતો. પરંતુ પં. શ્રી શાંતિભાઈ તથા પં. શ્રી ધીરૂભાઈ જેવા કેટલાક સુજ્ઞ આત્માઓ ખાસ કરીને આ ગ્રંથને સ્વાધ્યાયમાં લાવ્યા છે. આજે ઘણા સાધુ-સાધ્વીજીઓ પણ આ ગ્રંથના અભ્યાસી બન્યા છે અને તેઓ આ ગ્રંથ અન્ય સાધુ-સાધ્વીજીઓને ભણાવે પણ છે.
આ ગ્રંથ ઉપર જુદા-જુદા ૨-૩ અન્ય વિવેચનો પણ ઉપલબ્ધ છે. પં. શ્રી ધીરૂભાઈએ કરેલ વિવેચન વિસ્તારની દૃષ્ટિએ તથા આધુનિક સંદર્ભમાં દાખલાદૃષ્ટાંતો-યુક્તિઓ પૂર્વકનું હોઈ સરલતાની દૃષ્ટિએ પૂર્વના વિવેચનો કરતા અલગ તરી આવે તેવું છે. તેમણે ગ્રંથમાં રહેલી કઠિનતા-ગહનતાને સરલ કરી આ ગ્રંથને વધુ અધ્યયનોપયોગી બનાવેલ છે. ૭૦ વર્ષની વયે પણ તેમનો અધ્યયન-અધ્યાપન પ્રત્યેનો ઉદ્યમ-ઉત્સાહ-અપ્રમત્તતા આદિ ગુણો સાધુજનો માટે પણ અનુકરણીય અને અનુમોદનીય છે. તેમણે કરેલા પ્રયત્નની અનુમોદના કરી સાધુવાદ આપુ છું.
પ્રભુ શ્રી પાર્શ્વ જન્મકલ્યાણક દિન પોષ દશમી, સં. ૨૦૬૧,
ગોપીપુરા, સુરત.
વિજયરામસૂરિ (ડહેલાવાળા)
તથા જગશ્ચંદ્રસૂરિ
ક
\ * fr