________________
દ્રવ્યગુણપર્યાયની વિભાવના
પૂજ્ય શ્રી ઉપાધ્યાયજી મહારાજાની સાહિત્ય-શાસ્ત્રયાત્રામાં આવતાં અનેક (જ્ઞાત-અજ્ઞાત-૧૪૩) તીર્થો પૈકીનું એક તીર્થ એટલે દ્રવ્યગુણપર્યાયનો રાસ.
પબદ્ધ નોખી અનોખી કૃતિ કહી શકાય, ગુજરાતી માતૃભાષામાં રચાયેલી હોવા છતાં કઠિન હોવાથી તે ભાવોને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રીએ પોતે જ (સ્વીપજ્ઞ) ગુજરાતી ટબો (સ્તબક) રચી દીધો. તો પણ આ કૃતિને સમજવા પંડિતજનો પણ માથું ખંજવાળે? તીક્ષ્ણ બુદ્ધિ બન્યા વિના સામાન્યજન માટે તો આ કૃતિ દુર્ગમ અને દુર્બોધ ગણી શકાય.
પ્રભુશાસનના સિદ્ધાંતને પૂર્વમહાપુરુષોએ ૪ વિભાગમાં વિભાજિત કરેલ, તેમાં સૌથી કઠિન વિભાગ એટલે દ્રવ્યાનુયોગ. સર્વ અનુયોગોમાં પ્રધાન-સર્વ અનુયોગોનો રાજા. એટલે દ્રવ્યાનુયોગ. આ દ્રવ્યાનુયોગના વિષયને સમજવા માટે ઉપયોગી આકરગ્રંથો સૂયગડાંગસૂત્ર, સંમતિતર્ક, તત્ત્વાર્થ વગેરે છે.
દ્રવ્યાનુયોગમાં મુખ્યવિષય છે આ જગતના દશ્ય-અદેશ્ય છ દ્રવ્યો (ગુણપર્યાયનો આધાર, ત્રણે કાલે એક સ્વરૂપે રહે તે દ્રવ્ય) તથા તેના સહભાવી (યાવદ્ દ્રવ્યભાવી) અનંતા ગુણો અને ક્રમભાવી (અયાવદ્ દ્રવ્યભાવી) અનંતા પર્યાયો. પ્રત્યેક પદાર્થો દ્રવ્યગુણપર્યાય સ્વરૂપ જ હોય છે. તેથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ ત્રિપદીમય પણ છે.
દ્રવ્ય-ગુણ-પર્યાય, આમ આ ત્રણ પદાર્થની તલસ્પર્શી-સર્વગ્રાહી-ચરમબિંદુની વિભાવના જો થઈ જાય, તો લોકાલોક હસ્તામલકવ પ્રત્યક્ષ દીસે. પરંતુ આવી સર્વોત્કૃષ્ટ વિભાવના આપણા જેવા સામાન્ય જીવો માટે યોજનોનાં યોજનો દૂર છે. છતાં, પ્રયત્ન સાધ્ય એવી આ વિભાવનાનો મહાપુરુષોએ કંડારેલી કેડી જેવા કેટલાક ગ્રંથોથી રસાસ્વાદ ચાખી શકાય છે. તેમાં પણ આ ઉપાધ્યાયજી મહારાજનો બનાવેલો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તો વિભાવના માટેનો વિષયપ્રવેશ કરાવનારો મૌલિક ગ્રંથ કહી શકાય.