________________
૩૧૪
ઢાળ-૮ : ગાથા-૮-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સાથે આ શબ્દનય જોડતાં પાંચનય આવે. ગત વ = આમ હોવાથી જ જ્યારે એક એક નયના ૧૦૦-૧૦૦ ભેદ કહેવાનો પ્રસંગ શાસ્ત્રોમાં જ્યાં જ્યાં છે. ત્યાં જેમ ૭૦૦-૫૦૦ના ભેદનું વિધાન છે તેમ જો નવ ભેદ હોત તો ૯૦૦ના ભેદનું પણ વિધાન શાસ્ત્રોમાં કરત. આવું વિધાન ક્યાંય નથી તો ૯ નયોની આ કલ્પના કરીને શાસનને ડોળવાની શી જરૂર ? यथोक्तं आवश्यके
इक्किक्को य सयविहो, सत्त णया हवंति एमेव । Hoો વિ દુ માણસો, વંવ તથા થા તુ . વિશેષા. ભાષ્ય. ગાથા
| | ૨૨૬૪ || શ્રી વિશેષાવશ્યક નામના મહાભાષ્યમાં પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી કહે છે કે એક એક નયના ૧૦૦-૧૦૦ પ્રકાર છે. આ પ્રમાણે ૧૦૦-૧૦૦ ભેટવાળા મૂલ ૭ નયો છે. તથા અન્ય મત એવો છે કે ૧૦૦-૧૦૦ ભેટવાળા ૫ નો પણ છે.
एहवी शास्त्ररीति छोडी, अंतर्भावित-सातमांहि भेल्या, द्रव्यार्थिक-पर्यायार्थिक, ते उद्धरी-अलगा काढी, नव नय कहिया, ते स्यो प्रपंच? चतुर मनुष्य विचारी जोओ | -૬
આવી સુંદર-પૂર્વકાળથી ચાલી આવતી, અનેક ગીતાર્થ શ્વેતાંબર-દિગંબર આચાર્યોએ સ્વીકારેલી શાસ્ત્રની નીતિરીતિને છોડી દઈ સાત નયોમાં ભળી ચુકેલા (અંદર સમાઈ ચુકેલા) એવા જે બે નયો છે ૧ દ્રવ્યાર્થિક અને ૨ પર્યાયાર્થિક. તે બને નયોને અંદરથી ઉદ્ધરીને એટલે કે સાતથી અલગા (ભિન) કાઢીને ૯ નયો જે તમે કહ્યા છે. તે આ પ્રપંચ (વિસ્તાર-માયા) કરવાની શું જરૂર ? પૂર્વાચાર્યોની પ્રણાલિકાને ત્યજીને સ્વતંત્ર માર્ગની પ્રરૂપણા કરવાનો અધિકાર જૈનશાસનમાં છવાસ્થ આત્માઓને નથી. કારણ કે છઘસ્થ હોવાથી ઉત્સુત્ર પ્રરૂપણા થવાનો સંભવ છે. માટે હે ચતુર મનુષ્યો? તમે આ બાબત જરૂર વિચારી જોજો. કારણ કે આવી ઉલટી પ્રરૂપણા કરનારા જીવો, અને તેમનો અનુયાયી વર્ગ પોતાની માનેલી વાતના અત્યન્ત આગ્રહી હોવાથી તેઓ તો માનવાના નથી, સાચો માર્ગ જાણવાના નથી. પરંતુ મધ્યસ્થ ચતુર પુરુષો આવા ફંદામાં ન ફસાય એટલા માટે જ અમે મધ્યસ્થ એવા ચતુર પુરુષોને આશ્રયી જ શુદ્ધ-નિર્મળ વિચારો કરવાની ભલામણ કરીએ છીએ. + ૧૧૭ |