SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૮-૯ यद्यपि न भवति हानिः, परकीयां चरति रासभे द्राक्षाम् । असमञ्जसं तु दृष्टवा, तथापि परिखिद्यते चेतः ॥ १ ॥ इति वचनात् ૩૧૩ ગધેડો કોઈના પણ પારકાના ખેતરમાં જઈને પારકી વ્યક્તિની દ્રાક્ષને (અથવા એવા કોઈ ધાન્યને) ચરે, અથવા આળોટીને બગાડે, ભાંગે, તો દૂર દૂર ઉભા રહી જોનારા પુરુષને જો કે કંઈ આર્થિક નુકશાન થતું નથી. પરંતુ સારો આવેલો આવો પાક બગડે તે અનુચિત થતું જોઈને તે જોનારાનું ચિત્ત જરૂર દુઃખી દુઃખી થાય છે. આવું નીતિવાક્ય છે. તેવી જ રીતે આ નયચક્રમાં લખેલા અને શાસનની ચાલી આવતી પ્રણાલિકાથી જુદી રીતે લખાયેલા નયો જોઈને કાળાન્તરે શાસનની મૂલપ્રણાલિકાનો ભંગ થશે આવું દેખીને અમારૂં દીલ ઘણુ દુ:ભાય છે. એટલે “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ” આ નામ વાળા અમારા આ ગ્રંથમાં તેઓની સમીક્ષા અમે અહીં કરીએ છીએ. ।। ૧૧૬॥ --- ते बोटिकनी (दिगंबरोनी ) उलटी परिभाषा देखाडिइ छइ - तत्त्वार्थसूत्र ७ नय कहिया छइ, अनइं आदेशांतरे कहतां मतांतर तेहथी ५ नय कहिया छइ, "सप्त मूलनयाः पञ्च इति आदेशान्तरम् " ए सूत्रई सांप्रत, समभिरूढ, एवम्भूत ए ३ नई "शब्द" एक नाम संग्रहई, तिवारइं-प्रथम चार साथि पांच, अत एव इकेकना १०० भेद हुइ छइ, तिहां पणि ७०० तथा ५०० भेद. इम २ मत कहिया छइ. બોટિક એટલે દિગંબર, તે દિગંબરોએ નયચક્ર આદિ ગ્રંથોમાં જે જે ઉલટી પરિભાષા એટલે શાસ્ત્રોના કથનથી વિપરીત શૈલી અપનાવી છે. તે હવે અમે તમને જણાવીએ છીએ. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં (કે જે બન્ને સંપ્રદાયોને માન્ય છે. જેના ઉપર શ્વેતાંબરાસ્નાયમાં સિદ્ધસેનગણિની અને દિગંબરાનાયમાં પૂજ્યપાદસ્વામીની ટીકાઓ પ્રધાનપણે પ્રચલિત છે. તેવા ગ્રંથોમાં) મૂલ સૂત્રમાં (અધ્યાય પ્રથમ, સૂત્ર ૩૩-૩૪માં) ૭ નયો કહ્યા છે. અને તેમાં જ આદેશાન્તરથી એટલે મતાન્તરથી પાંચ નયો કહેલા છે. તેનો પાઠ આ પ્રમાણે છે. “ક્ષપ્ત મૂલનયા: પદ્મ વૃત્તિ આવેશાન્તરમ્' આ સૂત્રમાં જ્યારે ૭ નયો ગણીએ ત્યારે ૧ નૈગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર, ૪ ઋજુસૂત્ર, ૫ સાંપ્રત, ૬ સમભિરૂઢ અને ૭ એવંભૂત આમ ગણાય છે. અને મતાન્તરે જ્યારે ૫ નયો વિચારીએ ત્યારે ૫-૬-૭ જે સાંપ્રતનય, સમભિરૂઢનય અને એવંભૂતનય છે. આ ત્રણેને સાથે ભેળવીને “શબ્દ” નામનો એક જ નય સંગૃહીત કરીએ, તે વારે (ત્યારે) પ્રથમના ૪ નયો (નૈગમ-સંગ્રહ-વ્યવહાર અને ઋજુસૂત્ર)ની
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy