________________
૩૧૦ ઢાળ-૮ : ગાથા-૬-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અસભૂત વ્યવહાર નયનો બીજો ભેદ સંશ્લેષિત યોગથી જાણવો. સંશ્લેષિત યોગ એટલે જ્યાં બે દ્રવ્યો એકમેક બની ગયાં હોય, લોહાગ્નિની જેમ તાદાભ્ય બન્યાં હોય તેને સંશ્લેષિતયોગ કહેવાય છે. આત્મા અને દેહનો આ સંબંધ કર્મોના ઉદયજન્ય હોય છે. તેથી કર્મજન્ય સંબંધ પણ કહેવાય છે. જેમ કે “આ શરીર આત્માનુ છે.” અહીં આત્માનો અને દેહનો જે સંબંધ છે. તે ધનના સંબંધની પેઠે કલ્પિત નથી. ધનનો સંબંધ તો સ્વસ્વામિભાવવાળો અલ્પકાળ માત્ર રહેનારો છે. તથા આત્મા અને ધન ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં વિખુટાં રહેનારાં દ્રવ્યો હોય છે. એકમેકરૂપ પરિણામ પામેલાં નથી. તેના (ધનના) સંબંધ કરતાં આત્માનો અને દેહનો સંબંધ વિપરીત ભાવનાવાળો છે. એટલે કે મૃત્યુ પામે ત્યાં સુધી ક્યારેય પણ નિવર્તન ન પામનારો છે યાવજજીવ સુધી આત્માનો અને શરીરનો સંબંધ રહેનારો છે. તથા મારાપણાની ભાવનાથી વિપરીત એવી વૈરાગ્યની ભાવના આવે તો ધનનું નિવર્તન (ત્યાગ) થઈ શકે છે. પરંતુ આવી વિપરીત (વૈરાગ્યવાસિત) ભાવના આવે તો પણ શરીરનું નિવર્તન થઈ શકતું નથી. તેથી આત્માનો અને દેહનો સંબંધ અનુપચરિત છે. તથા આત્મા એ ચેતનદ્રવ્ય છે અને શરીર એ પુદ્ગલદ્રવ્ય છે. આમ દ્રવ્યભેદ હોવાથી ભિન્ન વિષય છે. અર્થાત્ ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. તેથી આ અસભૂત નય કહેવાય છે. આ રીતે અસભૂત વ્યવહારનયના પણ ઉપચરિત અને અનુપચરિત એમ બે ભેદો સમજાવ્યા.
ए नय उपनय दिगंबर देवसेन कृत नयचक्रमांहिं कहिया छइ, २ मूलनय સહિત. જે ૮-૭ છે
અધ્યાત્મનય નિશ્ચયનય નિશ્ચયનય
વ્યવહારનય વ્યવહારનય
શુદ્ધ
અશુદ્ધ સભૂત
અસદ્દભૂત
ઉપચરિત અનુપચરિત ઉપચરિત અનુચરિત આ નયો અને ઉપનયોનો સઘળો વિસ્તાર તથા દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક મૂલભૂત ૨ નય વિગેરેનો વિસ્તાર દિગંબર આખાયમાં થયેલા શ્રી દેવસેનાચાર્યે પોતાના બનાવેલા નયચક્ર નામના ગ્રંથમાં તથા તેઓના જ બનાવેલા “આલાપપદ્ધતિ” નામના ગ્રંથમાં