________________
(ઢાળ- આઠમી)
દોઉ મૂલનય ભાષિયા રે, નિશ્ચય નઈ વ્યવહાર | નિશ્ચય દ્વિવિધ તિહાં કહિઓ રે, શુદ્ધ અશુદ્ધ પ્રકાર રે !
પ્રાણી પરખો આગમભાવ || ૮-૧ || જીવ કેવલાદિક યથા રે, શુદ્ધવિષય નિરુપાધિ ! મઈનાણાદિક આતમા રે, અશુદ્ધ તે સોપાધિ રે ||
પ્રાણી પરખો આગમભાવ // ૮-૨ // ગાથાર્થ– અધ્યાત્મની દૃષ્ટિએ મૂલ બે નય શાસ્ત્રોમાં કહ્યા છે. ૧ નિશ્ચયનય અને ૨ બીજો વ્યવહારનય. ત્યાં નિશ્ચયનય શુદ્ધ અને અશુદ્ધ આમ બે પ્રકારે કહેલો છે. / ૮-૧ ||
જેમ “જીવ એ કેવળજ્ઞાનાદિ ગુણમય છે” આ પ્રમાણે નિરુપાધિક (કર્મમય ઉપાધિ રહિત) ક્ષાયિકભાવના ગુણોની સાથે આત્માનો અભેદ પ્રતિપાદન થાય ત્યારે તે શુદ્ધનિશ્ચયનયનો વિષય કહેવાય છે. અને “જીવ એ મતિજ્ઞાનાદિ ગુણમય છે” આ પ્રમાણે સોપાધિક (કર્મોદય સાપેક્ષ) ક્ષયોપશમ ભાવના ગુણોની સાથે આત્માનો અભેદ પ્રતિપાદન થાય ત્યારે તે અશુદ્ધનિશ્ચયનયનો વિષય કહેવાય છે. ૮-૨ /
ટબો- પ્રથમ અધ્યાત્મ ભાષાઇ ૨ નય કહિયા. એક નિશ્ચયનય. બીજો વ્યવહારનય. તિહાં નિશ્ચયનય દ્વિવિધ કહીઓ. એક શુદ્ધ નિશ્ચય નય, બીજો અશુદ્ધનિશ્ચય નય. હે પ્રાણી ! આગમના ભાવ પરખીનઈ ગ્રહો. I ૮-૧ |
જીવ, તે કેવળજ્ઞાનાદિરૂપ છઈ. ઈમ- જે નિરૂપાધિ કહિઈ કર્મોપાધિ રહિત, કેવળજ્ઞાનાદિ શુદ્ધ વિષય લેઈ, આત્માનઈ અભેદ દેખાડિઈ. તે શુદ્ધ-નિશ્ચયનય. મતિજ્ઞાનાદિક અશુદ્ધ ગુણનઈ આત્મા કહિઈ. તે અશુદ્ધનિશ્ચયનય. I ૮-૨ /
વિવેચન- પહેલાંની છઠ્ઠી અને સાતમી ઢાળમાં દિગંબરાસ્નાયને અનુસારે ૯ નયો, અને ૩ ઉપનયો સમજાવ્યા. એટલે તર્કશાસ્ત્રને અનુસાર જે નયો હતા તે કહ્યા. હવે આ આઠમી ઢાળમાં અધ્યાત્મની દૃષ્ટિએ જે બે નયો છે. તે સમજાવે છે.