________________
૩૦૨
ઢાળ-૭ : ગાથા-૧૬-૧૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
इत्युपचरितासद्व्यवहारस्त्रेधा ।
“આલાપપદ્ધતિમાં” જે પાઠ છે. તે જ પાઠ અક્ષરશઃ અહીં આપેલ છે.
આ પ્રમાણે ત્રણ પ્રકારના ઉપનય કહ્યા. હવે આગળ આવનારી આઠમી ઢાળમાં અધ્યાત્મનય (નિશ્ચયનય અને વ્યવહારનય) કહીશું. એ નયો કહીને આ દિગંબર આમ્નાયને અનુસારે કહેલા નયો ઉપનયો અને અધ્યાત્મનયોમાં શું શું ગુણ છે અને શું શું દોષ છે. તેની પરીક્ષા કરીને સારા યશને તમે પ્રાપ્ત કરો. નયોની બાબતમાં નિપુણતાવાળા થઈને યશસ્વી બનો.
અહીં છેલ્લી ગાથામાં નસ શબ્દ વાપરીને ગ્રંથકર્તાએ ગર્ભિતપણે કર્તા તરીકે પોતાનું નામ સૂચિત કર્યું છે. II ૧૦૮ ॥
સાતમી ઢાળ સમાપ્ત