________________
ઢાળ-૬ : ગાથા-૧૪
૨૭૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જે શબ્દનાય છે. તે પ્રકૃતિ (એટલે મૂલધાતુ કયો ?) તથા તેને પ્રત્યય ક્યો લાગ્યો છે ? કયા અર્થમાં લાગ્યો છે ? કયા કાળમાં અને કયા કારકમાં લાગ્યો છે? ઇત્યાદિ બરાબર જોઈને વ્યાકરણનાં સૂત્રો દ્વારા સિદ્ધ થયેલા શબ્દને જ માન્ય રાખે છે. જેમ કે પતિ રિ પર: ૩અધ્યાપત્તિ મધ્યાપી જે રસોઈ કરે તે પાચક અને જે ભણાવવાનું કામકાજ કરે તે અધ્યાપક કહેવાય છે. અહીં પર્ પ્રકૃતિ છે અને કર્તાકારકમાં શું પ્રત્યય લાગ્યો છે. તથા મધ ઉપસર્ગ પૂર્વક ફે ધાતુને પ્રેરકકર્તામાં fજ લાગીને પતિ પ્રત્યય લાગ્યો છે. આ પ્રમાણે સિદ્ધહેમ, પાણિની આદિ વ્યાકરણોથી સિદ્ધ થયેલા શબ્દોનો આ શબ્દનય સ્વીકાર કરે છે. તે શબ્દો જ નિયત અર્થના બોધક હોવાથી સપ્રમાણ છે. એમ આ નય માને છે.
તથા તે વ્યાકરણ સિદ્ધ શબ્દોમાં પણ લિંગ અને વચન આદિના ભેદથી અર્થનો ભેદ આ નય માને છે. જે જે શબ્દોનાં લિંગ વચન અને કારક વિગેરે ભિન્ન ભિન્ન હોય છે તે તે શબ્દોના અર્થ ભિન્ન ભિન્ન કરે છે. જેમ કે તર: તો તટસ્ આ ત્રણે શબ્દોનો અર્થ “કિનારો” જ થાય છે. તો પણ લિંગભેદ હોવાથી ત્રણે શબ્દોના અર્થો આ નય ભિન્ન ભિન્ન કરે છે. તડાગ અને સમુદ્રના કિનારાને તટ: કહે, નદીના કિનારાને તરી કહે, અને સામાન્ય વહેતા જળના (ઝરણાના) કિનારાને તટસ્ કહે, એવી જ રીતે ઉંડો ખાડો હોય તો કુવો કહે અને સાધારણ ઉંડો ખાડો હોય તો કુઈ કહે આ પ્રમાણે જે જે શબ્દોનાં લિંગ ભિન્ન ભિન્ન હોય, તે તે શબ્દોના અર્થો આ નય કંઈક કંઈક અર્થવિશેષ કરીને ભિન્ન ભિન્ન કરે છે. આ લિંગભેદે અર્થભેદનું ઉદાહરણ છે.
તથા વચનભેદે પણ અર્થભેદ કરે છે. જેમ કે “માપ: અને નનન” અહીં માપ: શબ્દ બહુવચન છે. અને નમ્ શબ્દ એકવચન છે માટે તે બન્ને શબ્દોના અર્થ આ નય ભિન્ન ભિન્ન કરે છે. જો અર્થનો ભેદ ન હોય તો લિંગનો ભેદ કે વચનનો ભેદ કેમ હોય ? માટે લિંગભેદ જ્યાં હોય અથવા વચનભેદ જ્યાં હોય ત્યાં અર્થનો ભેદ પણ અવશ્ય હોય જ છે. ઘણું પાણી હોય ત્યાં માપ:, અને થોડું પાણી હોય ત્યાં ન કહેવાય. આમ આ નયનું કહેવું છે.
___ ऋजुसूत्रनयनइं ए इम कहइं-जे कालभेदई अर्थभेदई तुं मानइं छइं, तो लिंगादिभेदई भेद कां न मानइं ?
પૂર્વે આવી ગયેલા ઋજુસૂત્રનયને ઠપકો આપતાં આ શબ્દનય આ પ્રમાણે કહે છે કે હે ઋજુસૂત્રનય ! જો તું કાળભેદે અર્થભેદ માને છે તો લિંગ-વચન-કારક આદિ ભેદોએ કરીને અર્થનો ભેદ કેમ નથી માનતો ? ભૂત-ભાવિકાળની વસ્તુને નથી માનતો