________________
૨૩૪
ઢાળ-૫ : ગાથા-૧૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જેમ કે ક્રોધાદિક કર્મોદયજન્ય ભાવપણે પરિણામ પામેલો જીવ તેવો તેવો જાણવો જોઈએ. ક્રોધભાવને વેદતો જીવ ક્રોધાત્મા, માનભાવને વેદતો જીવ માનાત્મા, માયાને અનુભવતો આત્મા માયાત્મા. આમ, જે વારે (જે કાળે) જે દ્રવ્ય જે ભાવે પરિણામ પામ્યું હોય, તે કાલે તે દ્રવ્ય તન્મય કરીને (તે ભાવે) છે. એમ જાણવું જોઇએ.
जिम-लोह अग्निपणइं परिणमिउं, ते कालिं-लोह अग्निरूप करी जाणवू. इमक्रोधमोहनीयादिकर्मोदयनई अवसरई क्रोधादि भावपरिणत आत्मा क्रोधादिरूप करी जाणवो. अत एव आत्माना (८) आठ भेद सिद्धान्तमां प्रसिद्ध छइं. ॥ ५-१३ ॥
જેમ કે લોઢું અગ્નિપણે પરિણામ પામ્યું છતું તે કાલે તે લોઢુ દ્રવ્ય પણ અગ્નિસ્વરૂપ બન્યું છેઆમ જાણવું. લોઢાનો એક ગોળો અગ્નિમાં અત્યન્ત તપાવ્યો છતો લાલચોળ બન્યો હોય ત્યારે તે તપેલું લોઢું અગ્નિ જ છે. અગ્નિનું જે કામ દાહ આપવાનું (બાળવાનું) છે. તે કામ તપેલો ગોળો કરે છે. આમ જાણવું. આ રીતે ક્રોધ મોહનીય, માન મોહનીય આદિ તે તે કર્મોના ઉદયના અવસરે આ આત્મા ક્રોધાદિભાવે પરિણામ પામ્યો છતો (પોતાના અસલી સ્વરૂપે સિદ્ધ સમાન હોવા છતાં પણ) ક્રોધાદિરૂપ આ આત્મા છે. ક્રોધી, માની, માયાવી છે. એમ કરીને જે જાણવું. તે આ નયનો વિષય છે. અગ્નિથી તપેલો લોઢાનો ગોળો, લોઢાનો હોવા છતાં આ “અગ્નિનો ગોળો છે” એમ જે કહેવાય છે. તે આ નયનો વિષય છે એમ જાણવું. આ કારણથી આગમશાસ્ત્રોમાં આત્માના આઠ ભેદો જણાવ્યા છે. પ્રશમરતિ પ્રકરણમાં ગાથા ૧૯૮ થી ૨૦૨માં ૧ દ્રવ્ય, ૨ કષાય, ૩ યોગ, ૪ ઉપયોગ, ૫ જ્ઞાન, ૬ દર્શન, ૭ ચારિત્ર અને ૮ વિર્ય, આમ આઠ પ્રકારનો આત્મા જણાવેલ છે તથા ભગવતીજી સૂત્રના ૧૨મા શતકના ૧૦મા ઉદેશામાં પણ આત્માના આ આઠભેદ જણાવ્યા છે. આ નયનો વિષય છે. ૬૭ તે અશુદ્ધ વલી પાંચમો, વ્યય-ઉત્પત્તિ સાપેખો રે | ઉત્પાદ વ્યય ધ્રુવ-એકઈ સમઈ દ્રવ્ય જિમ પેખો રે |
જ્ઞાનદૃષ્ટિ જગિ દેખિઈ / પ-૧૪ | ગાથાર્થ– ઉત્પત્તિ અને વ્યયની અપેક્ષાવાળો અશુદ્ધ એવો પાંચમો ભેદ જાણવો. જેમ કે કોઈપણ દ્રવ્ય એક સમયમાં ઉત્પત્તિ વ્યય અને ધ્રુવ આમ ત્રણે ધર્મવાળું છે. આમ કહેવું. તે પ-૧૪ .
ટબો– તે દ્રવ્યાર્થિક ભેદ પાંચમો વ્યય ઉત્પત્તિ સાપેક્ષ જાણવો.