________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૧૩
૨૩૩ ટબો- ચોથો એહનો-દ્રવ્યાર્થિકનો ભેદ ઉપાધિથી અશુદ્ધ કહેવો. - सापेक्षोऽशुद्धद्रव्यार्थिकः इति चतुर्थो भेदः ।
જિમ ક્રોધાદિક-કર્મભાવમય આતમા વેદો છો-જાણો છો. જિવારઈ- જે દ્રવ્ય, જે ભાવઈ પરિણમઇ. તિવારઇ તે દ્રવ્ય, તન્મય કરિ જાણવું. જિમ લોહ અગ્નિપણઇ પરિણમિઉ, તે કાલિં-લોહ અગ્નિરૂપ કરી જાણવું. ઈમ ક્રોધમોહનીયાદિ કર્મોદયનઈ અવસરઈ ક્રોધાદિભાવપરિણત આત્મા ક્રોધાદિરૂપ કરી જાણવો. અત એવ આત્માના ૮ ભેદ સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ છઈ. II ૫-૧૩ II
વિવેચન– આ દ્રવ્યાર્થિકનય જ્યારે જ્યારે દ્રવ્યને અને દ્રવ્યના પોતાના સહજસ્વરૂપને પ્રધાન કરીને પ્રવર્તે છે. ત્યારે ત્યારે તે નય પોતાના ઘરમાં પ્રવર્તતો હોવાથી શુદ્ધનય કહેવાય છે. આ કાળે અન્ય અન્ય દ્રવ્યોના મિશ્રણથી અથવા પ્રતાપથી આ વિવક્ષિતદ્રવ્યનું જે વિકૃત સ્વરૂપ બનેલું હોય છે. તે સ્વરૂપને જોવામાં જાણવામાં આ નય ઉદાસીન રહે છે. પરંતુ જ્યારે જ્યારે અન્યદ્રવ્યોના મિશ્રણથી અને પ્રતાપથી આ વિવક્ષિત દ્રવ્યનું જે અશુદ્ધ સ્વરૂપ બન્યું હોય છે. તેના તરફ નજર કરનારો, તેને જોનારો આ નય જ્યારે બને છે ત્યારે તે અશુદ્ધનય કહેવાય છે. અન્યદ્રવ્યના મિશ્રણથી થયેલું સ્વરૂપ પણ આ નયને લેવું પડે છે. કારણકે ભલે અન્ય દ્રવ્યના મિશ્રણથી થયું. પરંતુ આખરે સ્વરૂપ તો વિવક્ષિત દ્રવ્યનું જ થયું છે. જેમ કલરના મિશ્રણથી ભલે પાણી કાળ-લીલ-લાલપીળુ બન્યુ હોય. પરંતુ તે પાણી તેવું બન્યું છે. એ તો હકિકત જ છે. તેથી આ નય જ્યારે અન્ય દ્રવ્યના મિશ્રણથી થયેલા સ્વરૂપને જોનારો બને છે. ત્યારે તે પરઘરની અપેક્ષાવાળો બનેલો હોવાથી અશુદ્ધ નય કહેવાય છે. આ વાત સમજાવે છે.
चोथो एहनो-द्रव्यार्थिकनो भेद कर्मोपाधिथी अशुद्ध कहेवो. "कर्मोपाधिसापेक्षोऽ शुद्ध द्रव्यार्थिक" इति चतुर्थो भेदः ।
जिम क्रोधादिक-कर्मभावमय आतमा वेदो छो-जाणो छो. जि-वारइं, जे द्रव्य, जे भावई परिणइं. ति-वारइं, ते द्रव्य, तन्मय करि जाणवं.
આ દ્રવ્યાર્થિકનયનો ચોથો ભેદ કપાધિની સાપેક્ષતાવાળો હોવાથી અશુદ્ધ જાણવો. પ્રથમના ત્રણે નયો પદાર્થના જે સ્વરૂપને સમજાવવામાં ઉદાસીન છે. તે સ્વરૂપને આ પાછળલા ત્રણે નયો પ્રધાનતાએ માન્ય રાખે છે. આ રીતિએ આ ચોથો ભેદ પ્રથમભેદથી વિપરીતપણે છે. પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી જીવ દ્રવ્યનું જે જે સ્વરૂપ બન્યું છે. તેની વિવક્ષા કરનારો, તેની પ્રધાનતા કરનારો આ નય છે. તેથી આ નયનુ “ પાથિસાપેક્ષ અશુદ્ધિવ્યાર્થિની” એવું નામ કહેવાય છે. આ દ્રવ્યાર્થિકનયનો ચોથો ભેદ છે.