________________
ઢાળ-૫ : ગાથા-૪
૨૧૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બાલ્ય-યુવા-અને વૃદ્ધાવસ્થા” પામનાર દેવદત્ત નામનો પુરુષ અવસ્થાભેદથી જોઈએ તો ભિન્ન ભિન્ન છે. છતાં “દેવદત્તપણે જોઇએ તો અભિન પણ છે” તેમ સર્વે પણ પદાર્થો ભેદ-અભેદ આમ બે ધર્મવાળા છે. તે ભેદ-અભેદ પ્રમુખ (વિગેરે) બને ધર્મોને, જે દ્રવ્યાર્થિકનય છે તે પણ ગ્રહણ કરે છે. (માને છે) અને જે પર્યાયાર્થિકનય છે તે પણ (બને ધર્મોને) માને છે. કોઈ પણ એક નય એક ધર્મમાત્રને જ માને, અને બીજા ધર્મને ન માને, એમ નથી. પરંતુ બન્ને નયો બને ધર્મને માને છે. છતાં “ઊહાખ્ય” (તર્ક) નામના પ્રમાણના બળે મુખ્ય-અમુખ્ય પ્રકારે તે બન્ને ધર્મોને ધારે છે (માને છે-સ્વીકારે છે). જે નય જે ધર્મને મુખ્યપણે જાણે છે તે ધર્મની સાથે “સાક્ષાત્મકત” કહેવાય છે. અને જે ધર્મને અમુખ્યપણે જાણે છે તે ધર્મની સાથે “વ્યવહિતસંકેત” કહેવાય છે. જે નય જે ધર્મને સાક્ષાસંકેતથી જાણે છે ત્યાં તે નયની વૃત્તિ (મુખ્યવૃત્તિ અર્થાત્ અભિધાશક્તિ) કલ્પાય છે. અને જ્યાં જે નય જે ધર્મને વ્યવહિતસંકેતથી જાણે છે ત્યાં તે નયનો ઉપચાર (ગૌણવૃત્તિ-લક્ષણા) કલ્પાય છે. સાક્ષાસંકેતથી જે ધર્મ જણાય તે અભિધાશક્તિ, એટલે કે વૃત્તિ અથવા મુખ્યવૃત્તિ, અને વ્યવહિતસંકેતથી જે ધર્મ જણાય તે લક્ષણાશક્તિ (અથવા ગૌણવૃત્તિ) કહેવાય છે. આ જ વાત એક ઉદાહરણ આપીને ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે.
जिम-गंगापदनो साक्षात्संकेत प्रवाहरूप अर्थनई विषयई छई. ते माटई-प्रवाहई शक्ति, तथा गंगातीरइं गंगासंकेत व्यवहितसंकेत छइं. ते माटई - उपचार. तिम द्रव्यार्थिकनयनो साक्षात्संकेत अभेदई छई, ते माटइं-तिहां शक्ति. भेदई व्यवहितसंकेत छइं. ते माटई उपचार. इम पर्यायार्थिक नयनी पणि शक्ति-उपचार, भेद-अभेदनई विषयइं નોડવા / ધ-૪
જેમ “ના” શબ્દનો સાક્ષાસંકેત નર્નવાદસ્વરૂપ અર્થને વિષે છે. તે માટે જલપ્રવાહ અર્થ કરવામાં જે શક્તિ (અભિધાશક્તિ- અર્થાત્ મુખ્યવૃત્તિ) છે. તે શક્તિને મુખ્યવૃત્તિ કહેવાય છે. તથા ગંગાતીર (ગંગાનદીનો કાંઠો) અર્થ કરવામાં જે ગંગાસંકેત (ગંગા પદનો સંકેત) છે તે વ્યવહિત સંકેત છે. કારણ કે જલ પ્રવાહરૂપ મુખ્ય અર્થમાં બાધા આવે છે એટલે જળપ્રવાહ અર્થ ન કરતાં તેની સાથે સંબંધવાળા તીરનો અર્થ લીધો. અહીં ગંગાપદનો જલપ્રવાહ અર્થ કરીને તેની સાથે સંબંધવાળા તીરપદાર્થ સુધી ગયા. માટે જળપ્રવાહ અર્થ કરવા દ્વારા પરંપરાએ સંબંધ કર્યો, તેથી વ્યવહિત સંબંધ કહેવાય છે. તે માટે ત્યાં એટલે કે ગંગાતી અર્થ કરવામાં ઉપચાર છે. (ઉપચાર એટલે લક્ષણા-અમુખ્યવૃત્તિ-ગૌણતા). આ પ્રમાણે ગંગાપદથી મુખ્યવૃત્તિએ જેમ જલપ્રવાહ અને અમુખ્યવૃત્તિએ (ઉપચારે) ગંગાતી અર્થ જણાય છે. તિમ દ્રવ્યાર્થિયનો સાક્ષાત્યંત