________________
ઢાળ-૫ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૨૧૩ વિવેચન- કોઈ પણ વસ્તુમાં પરસ્પર વિરોધી દેખાતા પરંતુ પરમાર્થે અવિરોધી એવા ર ધર્મો છે. તે બન્ને ધર્મોમાંથી પ્રયોજન ભૂત એક ધર્મને કેટલાક લોકો મુખ્યપણે અને બીજા ધર્મને ગૌણપણે જાણે છે. અને બીજા કેટલાક લોકો પોતાના પ્રયોજનભૂત બીજા ધર્મને મુખ્યપણે અને પ્રથમધર્મને ગૌણપણે જાણે છે. આવી દૃષ્ટિને જ નય કહેવાય છે. જેમ કે એક વિવાહિત સ્ત્રી છે. તેને તેનાં માતા-પિતાદિ પરિવાર “પુત્રી” પણે મુખ્યતાએ જાણે છે. અને તેથી તેની સાથે બોલવા ચાલવાના તમામ વ્યવહારો પુત્રીપણાના વાત્સલ્યથી કરે છે. જો કે તેઓ પણ મનમાં) જાણે છે કે આ અમારી પુત્રી, તેના શ્વસુરગૃહની પુત્રવધૂ પણ છે. પરંતુ તે ધર્મ ગણતાએ જાણે છે. તેવી જ રીતે તે સ્ત્રીના શ્વસુર ગૃહના લોકો આ અમારા ઘરની “પુત્રવધૂ” છે આ ધર્મ પ્રધાનતાએ જાણે છે. છતાં તે તેણીનાં માતા-પિતાદિની પુત્રી છે એમ પણ ગૌણતાએ જાણે જ છે. એટલે જ તે દરેકની સાથે તેવા તેવા ઉચિત વ્યવહારો કરે છે. આમ બે ધર્મોને મુખ્યામુખ્યપણે જાણવા. આ જ નય કહેવાય છે.
પ્રધાનતાએ દ્રવ્યાર્થિકનયનો અભેદ જણાવવાની સાથે અને પર્યાયાર્થિક નયનો ભેદ જણાવવાની સાથે અવિનાભાવ સંબંધ છે. આ રીતે જ્યાં જે નયથી જે વિષય મુખ્યપણે જાણવાનો હોય, ત્યાં તે જ વિષયને મુખ્યપણે જણાવે, અને જ્યાં જે વિષય ગૌણપણે જાણવાનો હોય, ત્યાં તે જ વિષયને ગૌણપણે જણાવે એવું જે જ્ઞાન, એવી જે દૃષ્ટિ, એવો જે નિયમ, એવું જે નિયામક કારણ, તેને “ઊહ” નામનું (તર્કનામનું) પ્રમાણ કહેવાય છે. પ્રમાણનયતત્તાલોકમાં ઊહનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે કે ૩૫ત્નીનુપમભd त्रिकालीकलित-साध्यसाधनसम्बन्धालम्बनं "इदमस्मिन् सत्येव भवति" इत्याद्याकारं સંવેદનમૂહાપરના ત ૩-૭ સંક્ષેપમાં જ્યાં સાધ્ય-સાધનનો અવિનાભાવસંબંધ તથા વાગ્યવાચકભાવના આલંબનવાળું સંવેદન (જ્ઞાન) જ્યાં જણાવાય તે ઊહ કહેવાય છે. જેમ કોઈના ઘર ઉપર ધૂમાડો નીકળતો દેખાય, તો આ ઊણપ્રમાણ તે ઘરની અંદર “અગ્નિ”નો જ બોધ કરાવે, જળાદિનો બોધ ન કરાવે. તેને ઊહ અર્થાત્ તર્ક કહેવાય છે. હેતુ અને સાધના અવિનાભાવનું જે ચિંતન જેમ કે વહિં હોય, તો જ ધૂમ હોય, વહ્નિ ન હોય તો ધૂમ ન જ હોય, આવું જે જ્ઞાન, તે ઊહ અર્થાત્ તર્ક કહેવાય છે. તેની જેમ કોઈ પણ શબ્દનો વાચ્ય અર્થ પ્રધાનપણે, અને લક્ષ્ય અર્થ ગૌણપણે સમજાવવાનું જે નિયામક કારણ છે. તે આ ઊહ પ્રમાણ છે.
बेहु धर्म भेद-अभेद प्रमुख, जे नय द्रव्यार्थिक अथवा पर्यायार्थिक ग्रहइ, ऊहाख्यप्रमाणइं धारइं, मुख्य-अमुख्य प्रकारइं = साक्षात्-संकेतइं तथा व्यवहितसंकेतई, ते नयनी वृत्ति, अनइं ते नयनो उपचार कल्पिई