________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ—પ : ગાથા—૧
૧૯૯
આ રીતે જગત્ સઘળા પણ પદાર્થો દ્રવ્યાત્મક પણ છે. ગુણાત્મક પણ છે. અને પર્યાયાત્મક પણ છે. આમ ત્રણ સ્વરૂપાત્મક પદાર્થો પ્રમાણ દ્વારા જણાય છે. એટલે કે સ્યાદ્વાદ યુક્ત વચનો દ્વારા જ્યારે જ્યારે પદાર્થના સ્વરૂપને દેખીએ છીએ ત્યારે ત્યારે ત્રણ સ્વરૂપો દેખાય જ છે. અને તે પણ ત્રણે સ્વરૂપો પ્રધાનપણે એક સરખાં તુલ્યરીતિએ જણાય છે. ગૌણ-મુખ્યભાવે નહીં. કારણ કે વસ્તુમાં ત્રણે સ્વરૂપો પોતપોતાની રીતિએ સારી રીતે પ્રધાનપણે વર્તે જ છે. અને વસ્તુનું જે આ પૂર્ણસ્વરૂપ છે. તેને જણાવનારૂસમજાવનારૂ જીવમાં થયેલું જે જ્ઞાન, તે જ જ્ઞાનને “પ્રમાણજ્ઞાન અથવા સકલાદેશ કહેવાય છે. ગૌણ-મુખ્યપણે જણાવનારૂં જે જ્ઞાન છે. તેને નયજ્ઞાન અને વિક્લાદેશ કહેવાય છે. તેથી “જે પ્રમાણવચન છે તે સપ્તભંગી સ્વરૂપ સક્લાદેશ” કહેવાય છે. અને “જે નયવચન છે. તે સપ્તભંગીઆત્મક વિક્લાદેશ' કહેવાય છે. આ કારણથી સકલાદેશ એ પ્રમાણ વાક્ય છે. અને તે સપ્તભંગી આત્મક છે. તેના વડે ત્રણે રૂપતા મુખ્યતાએ જણાય છે.
नयवादी जे एकांशवादी, ते पणि मुख्यवृत्ति अनई उपचारइं एक अर्थनइं विषई त्रयरूपपणूं जाणइ. यद्यपि नयवादीनां एकांशवचनई शक्तिं एक ज अर्थ कहिइं. तो पणि लक्षणारूप उपचारइं बीजा २ अर्थ पणि जाणिइ.
પ્રમાણવચન દ્વારા (સક્લાદેશ દ્વારા–સપ્તભંગી દ્વારા) જેમ કોઈ પણ પદાર્થ દ્રવ્યગુણ-પર્યાયરૂપ છે. આમ ત્રિવિધપણે જણાય છે. તેવી જ રીતે જે નયવાદી છે. કે જે વિક્લાદેશસ્વરૂપ હોવાથી એક અંશગ્રાહી છે. તે નયવાદવાળો આત્મા પણ કોઈ પણ એક પદાર્થને વિષે દ્રવ્ય-ગુણ-પર્યાયપણું આમ ત્રિવિધપણું મુખ્યવૃત્તિ દ્વારા અને ઉપચારવૃત્તિ દ્વારા આમ બન્ને વૃત્તિ દ્વારા થઈને જાણે જ છે. નયવાદી વસ્તુના એક સ્વરૂપને જે મુખ્યપણે જાણે છે તે અભિધાશક્તિથી જાણે છે અને બાકીના ૨ અર્થો જે ગૌણપણે જાણે છે તે લક્ષણાશક્તિથી જાણે છે. જો કે નયવાદીને એક અંશવાળા વચનને વિષે “અભિધા” શક્તિ તો એક જ અર્થ જણાવે છે. તો પણ લક્ષણારૂપ શક્તિ ઉપચાર દ્વારા બાકીના બીજા ૨ અર્થોને પણ અવશ્ય જણાવે જ છે. અભિધા અને લક્ષણા શક્તિના અર્થો આ પ્રમાણે છે.
શબ્દોને વાચક કહેવાય છે. અને તેનાથી જણાતા અર્થને વાચ્ય કહેવાય છે. વાચ્ય અર્થને જણાવવાની વાચક એવા શબ્દમાં સ્વાભાવિક શક્તિ રહેલી હોય છે. કે જે શક્તિદ્વારા પોત પોતાના નિયત અર્થને સંકેતના સહકારથી તે તે શબ્દો જણાવે છે. શબ્દમાં રહેલી આ શક્તિને “અભિધા” શક્તિ કહેવાય છે. આ શક્તિતત્ત્વને નૈયાયિક-વૈશેષિકો ઈશ્વરકૃતસંકેત કહે છે. તથા આ શક્તિ વાચક (એવા શબ્દ)માં પણ વર્તે છે અને વાચ્ય