________________
૧૯૮ ઢાળ-૫ : ગાથા-૧
' દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વસ્તુના બધા જ અંશોને પ્રધાનપણે જણાવે તે પ્રમાણજ્ઞાન કહેવાય છે. અને જરૂરી ઉપકારક અંશને પ્રધાનપણે તથા બિનજરૂરી અનુપકારક અંશને ગૌણ પણે જણાવે તેને નયજ્ઞાન કહેવાય છે.
પ્રમાણજ્ઞાન સર્વે નયોનો સમન્વય કરનાર છે. પ્રમાણવાદીને વસ્તુના સર્વે અંશો (ધર્મો) સરખા છે. અને સરખી રીતે જુએ છે. તે ગૌણ-મુખ્યભાવ કરતો નથી. બધા જ અંશો વસ્તુમાં છે. અને તે સર્વને પ્રમાણ જ્ઞાન પ્રધાનપણે જ જુએ છે. જ્યારે નયવાદી પણ વસ્તુના સર્વ અંશોને જાણે છે. પરંતુ ગૌણ-મુખ્યભાવે જાણે છે. ઉપકારક એવા પોતાને માન્ય અર્થને મુખ્યપણે, અને શેષ અર્થને ગૌણપણે સ્વીકારે છે. આ વાત એક ઉદાહરણ સાથે વિચારીએ.
एक अर्थ घट-पटादिक, जीव अजीवादिक, त्रयरूप कहतां, द्रव्य गुण पर्याय रूप छइ, जे माटि-घटादिक-मृत्तकादिरूपई द्रव्य, घटादिरूपई सजातीय द्रव्यपर्याय, रूपरसाद्यात्मकपणइं गुण, इम जीवादिकमां जाणवू. एहq-प्रमाणइं-स्याद्वादवचनई देख्यु. जे माटिं प्रमाणई सप्तभंगात्मकई त्रयरूपपणुं मुख्यरीतिं जाणिइं ।
કોઈ પણ એક પદાર્થ લઈએ. દાખલા તરીકે ઘટ, પટ, આદિ કોઈ એક પદાર્થ ઉદાહરણ રૂપે સમજવો. અથવા સચેતન એવો જીવ, અને અચેતન એવો અજીવ આદિ કોઈ પણ પદાર્થ લઈએ. તો તે સઘળા પણ પદાર્થો (ઘટ-પટ-જીવ-અજીવ) “ત્રણરૂપવાળા છે” ત્રણ રૂપ વાળા કહેતાં દ્રવ્યાત્મક પણ છે. ગુણાત્મક પણ છે અને પર્યાયાત્મક પણ છે. જે માર્ટિ = કારણકે ઘટાદિક કોઈપણ પદાર્થ જોશો તો ત્રણ રૂપવાળો જણાશે. દાખલા તરીકે સૌ પ્રથમ ઘટ લઈએ તો “કૃત્તિકાદિ” માટી આદિ જે જે દ્રવ્યનો તે ઘટ બનેલો છે. તે તે દ્રવ્યનું સ્વરૂપ પણ તે ઘટમાં છે જ. સોનાનો ઘટ હોય તો સોનાના પૈસા ઉપજે છે. અને માટીનો ઘટ હોય તો માટીના પૈસા ઉપજે છે તેથી તેમાં સુવર્ણાદિરૂપ અને “મૃત્તિકાદિ” રૂપ દ્રવ્ય પણ છે જ. તથા કંબુગ્રીવાદિ જે ઘટાદિરૂપતા (ઘટાકારતા) જણાય છે. કે જે ઘટાકારતા સર્વે ઘટમાં સમાન હોવાથી સજાતીય દ્રવ્યપર્યાય કહેવાય છે. તે પર્યાય પણ છે જ. તથા રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ પુગલાસ્તિકાયના ગુણો પણ તે ઘટમાં છે જ. આ પ્રમાણે પટપદાર્થમાં તન્તુ એ દ્રવ્ય છે. પટાકારતા એ પર્યાય છે. અને રૂપ રસાદિ ધર્મો એ પર્યાય છે. જીવદ્રવ્યમાં અસંખ્યપ્રદેશ સચેતન પદાર્થ તે જીવદ્રવ્ય છે. જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ જે અનંત ગુણધર્મો છે. તે ગુણ છે. અને દેવ-નારકાદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓ એ પર્યાય જાણવા. તે પ્રમાણે અજીવ દ્રવ્યમાં પણ સમજી
લેવું.