________________
૨૬
પ્રસ્તાવના
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની અલ્ય રૂપરેખા:
| વિક્રમ સંવત ૧૭૦૯/૧૭૧૦ આસપાસમાં આ ગ્રંથ બનાવાયો છે. છ દ્રવ્ય, તેના સામાન્યવિશેષ ગુણો, સામાન્ય-વિશેષ સ્વભાવો તથા વ્યંજનપર્યાય અને અર્થપર્યાયનું વર્ણન છે. દ્રવ્યથી ગુણો અને પર્યાયો કથંચિ ભિન્ન છે. કથંચિ અભિન્ન છે. અર્થાત્ ભિન્ન-ભિન્ન છે તેનું યુક્તિપૂર્વક વર્ણન છે. તેમાંથી જ સપ્તભંગી થાય છે તે સમજાવીને દિગંબરાસ્નાયના શ્રી કુંદકુંદાચાર્ય રચિત પ્રવચનસાર અને શ્રી દેવસેન આચાર્ય કૃત “નયચક્ર'ની કેટલીક સમીક્ષા પણ કરવામાં આવી છે. નયો-ઉપનયો અને અધ્યાત્મ નો સમજાવીને તેમાં જે જે અનુચિત અંશ છે તેનું દલીલો પૂર્વક નિરસન પણ કરવામાં આવ્યું છે. જૈનદર્શનમાં ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે રચાયેલા આ ગ્રંથ ઉપર પૂ. શ્રી ભોજસાગરજી કવિએ દ્રવ્યાનુયોગ તર્કણા' નામની સંસ્કૃત ટીકા બનાવી છે. સંસ્કૃત રચના ઉપર ગુજરાતી વિવેચનો ઘણાં હશે. પરંતુ ગુજરાતી રચના ઉપર સંસ્કૃત ટીકા થઈ હોય તો આ એક જ ગ્રંથ છે. આ ગ્રંથની કુલ ૧૭ ઢાળો છે. ૨૮૫ ગાથા છે.
પહેલી ઢાળમાં -
મંગલાચરણ - વિષય -- સંબંધ અને પ્રયોજન જણાવીને અનુયોગના ૪ ભેદ સમજાવ્યા છે. એક એક અનુયોગ પ્રધાનપણે કયા શાસ્ત્રોમાં છે તે જણાવીને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો અતિશય આવશ્યક છે. તેના અભ્યાસ વિના ચરણકરણાનુયોગ પણ વિશિષ્ટફળદાયક થતો નથી. એમ જણાવી દ્રવ્યાનુયોગ ભણવા માટે આધાકર્માદિ દોષ કદાચ સેવવા પડે તો પણ તે દોષો યત્કિંચિત્ હોવાથી તીવ્ર દોષો ગણાતા નથી. અને આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ મનશુદ્ધિ કરાવવા દ્વારા શુક્લધ્યાનની પ્રાપ્તિ કરાવી કેવળજ્ઞાન અપાવનાર બને છે. તેથી તેના અભ્યાસ માટે ગુરુનિશ્રા-જ ઉપકારી છે. તથા તેના અભ્યાસમાં જ ઓતપ્રોત રહેવાનું ભારપૂર્વક આ ઢાળમાં સૂચન કરવામાં આવ્યું છે.
બીજી ઢાળમાં -
દ્રવ્ય-ગુણ અને પર્યાયની વ્યાખ્યાઓ સમજાવી આ ગ્રંથમાં શું સમજાવાશે? તેનો વિષય જણાવ્યો છે. (૧) કથંચિદ (૨) કથંચિ અભેદ (૩) દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપે ત્રિવિધતા અને (૪) ઉત્પાદવ્યય-ધ્રુવ આમ ૩ લક્ષણો, તેના ભેદો (૫) દ્રવ્યના ભેદો (૬) ગુણ-સ્વભાવના ભેદો અને (૭) પર્યાયના ભેદો આમ દ્વારા સમજાવ્યાં છે, મોતી, મોતીની માલા અને ઉજ્વળતાની જેમ દ્રવ્ય-ગુણ અને પર્યાય કંઈક ભિન્ન છે. અને કંઈક અભિન્ન પણ છે. સર્વે દ્રવ્યોમાં પોત પોતાના પર્યાયો પામવાની સ્વાભાવિક રીતે જ (પારિણામિક ભાવે જ) શક્તિ રહેલી છે. કાળક્રમે પ્રગટ