________________
૨૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પ્રસ્તાવના ‘સંવત સત્તર અડત્રીસ વરસે, રહી રાંદેર ચોમાસે જી, સંઘતા આગ્રહથી માંડ્યો, રાસ અધિક ઉલ્લાસે જી. ૯ સાર્થ સપ્તશત ગાથા વિરચી, તે પહોંચ્યા સુરલોકેજી, તેના ગુણ ગાવે છે ગોરી, મિલી મિલી થોકે થોકે જી. ૧૦ તાસ વિહ્વાસ ભજન સસ પૂરણ, પ્રેમ પવિત્ર કહયા છે, શ્રી નવિજય વિબુઘ પચસેવક, સુજસવિજય ઉવઝાયાજી / ૧૧ / ભાગ થાકતો પૂરા કીઘો, તાસ વચન સંકેતે જી, વળી સમકિતદષ્ટિ જે નર, તાસ તણે હિત હેતે છે, જે ૧૨ / પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મ. સાહેબ આદિ પૂર્વાચાર્યોના રચેલા સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોમાંથી કોઈ કોઈ ગ્રંથને ગુજરાતી કાવ્ય રૂપે બનાવીને વિદ્ધભ્રોગ્યમાંથી બાલભોગ્ય સાહિત્ય પણ આ મહાત્મા પુરુષે બનાવ્યું છે જેમ કે સમ્યક્તસપ્તતિકા ઉપરથી સમકિતના ૬૭ બોલની સઝાય, અને શ્રી યોગદષ્ટિ સમુચ્ચય ઉપરથી આઠદૃષ્ટિની સઝાય વગેરે, તેઓશ્રીની ગ્રંથરચનામાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મ.સાહેબના ગ્રંથોનું અનુસરણ વધારે દેખાય છે. લખવાની શૈલિમાં પણ શ્રી હરિભદ્રસૂરિજીની છાયા વધારે જણાય છે તેથી જ શ્રી ઉપાધ્યાયજી મ.શ્રીનું ઉપનામ‘લઘુ હરિભદ્રસૂરિ' તરીકે શાસનમાં પ્રસિદ્ધિ પામ્યું છે.
પૂજ્ય શ્રી યશોવિજય મ. શ્રીની આવા પ્રકારની જબરજસ્ત અદ્ભુત ગ્રંથરચના, સ્મરણશક્તિ, ધારણાશક્તિ, કવિત્વશક્તિ અને તાર્કિકશક્તિ આદિ જોઈને ભૂતકાળનો અને વર્તમાનકાળનો જૈન સમાજ તેઓને (૧) તાર્કિકશિરોમણિ (૨) લઘુહરિભદ્રસૂરિ (૩) દ્વિતીય હેમચંદ્ર (૪) યોગવિશારદ (૫) સત્યગવેષક (૬) સમયવિચારક (૭) કૂર્ચાલી શારદ (૮) મહાન સમન્વયકારક (૯) પ્રખર તૈયાયિક (૧૦) વાદિમતભંજક (૧૧) શુદ્ધ આચાર-ક્રિયાપાલક, આદિ અનેક ઉપનામોથી બિરદાવે છે.
ઉપાધ્યાયજી મ.શ્રીના સમયકાલમાં થયેલા અને ધર્મસંગ્રહના કર્તા પૂજ્ય માનવિજયજી મ.શ્રીએ આ પ્રમાણે કહ્યું છે કે –
પ્રભવાદક ગ્રુત કેવલજી, આ દુઆ પs જિમ,
કલમાંહી જોતાં થયાં છે, એ પણ ઋતઘર ઉતમ. આ પ્રમાણે ઉપાધ્યાયજી મ.શ્રીનું જીવન ઘણું જ પવિત્ર, વૈરાગ્યવાહી, સાહિત્યોપાસક અને અત્યંત શાસન સમર્પિત હતું - તેઓશ્રી ૧૭૪૪માં વડોદરાની પાસેના ડભોઈ ગામમાં ૧૧ દિવસનું અનશન કરવા પૂર્વક સમાધિ સાથે સ્વર્ગગામી બન્યા. આજે પણ તેમના સમાધિ સ્થાને સ્વર્ગવાસના દિવસે “ન્યાયનો ધ્વનિ સંભળાય છે. આવી કિવદત્તી છે. અલ્પકાળમાં ઘણી જ સુંદર નામના અને સુવાસ પ્રસરાવતા ગયા. તેઓશ્રીને વારંવાર ભાવ-પૂર્વક વંદના. પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીના જીવન ચરિત્ર વિશે કેટલીક વાત કહીને હવે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ વિષે કેટલીક સંક્ષિપ્ત વાત કહીશું.