________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૬
૧૬૧ વિવેચન-ઇવર માત્મદ્રવ્યમાં િમેલામેનો અનુભવ રેહાલ છ– પૂર્વેની પાંચમી ગાથામાં એક જ સ્થાને અવિરોધે ભેદભેદ રહે છે તેનું પુગલ દ્રવ્યને વિષે ઉદાહરણ આપ્યું. હવે આ ગાથામાં તે જ ભેદભેદ સાથે રહે છે. તેનું જીવદ્રવ્યને વિષે ઉદાહરણ સમજાવે છે.
बालभावई-बालकपणे जे प्राणी दीसई छई, ते तरुणभावे न्यारो कहतां-भिन्न छइं, अनइं देवदत्तभावई ते मनुष्यपणानइं पर्यायई ते एक ज छइं. तो एकनई विषई बाल तरुण भावई भेद, देवदत्तभावई अभेद, ए अविरोधे निर्धारो. उक्तं च
બાલ્યભાવે– એટલે કે બાળકપણે જે પ્રાણી દેખાય છે. તે જ પ્રાણી તરૂણભાવે એટલે યૌવનાવસ્થા આવે ત્યારે ભિન્ન છે. બાલ્યાવસ્થાનાં સ્તનંધયાદિ કાર્યો તરૂણાવસ્થામાં થતાં નથી. અને તરુણાવસ્થાનાં અર્થોપાર્જનાદિ કાર્યો બાલ્યાવસ્થામાં થતાં નથી. તેથી અવસ્થાભેદે બને અવસ્થામાં તે પ્રાણીનો ભેદ છે. અને દેવદત્તપણે એટલે કે દેવદત્ત નામના મનુષ્યપણાના પર્યાયે કરીને તે એક જ છે. તેથી એક જ પદાર્થમાં “બાલ તરુણ ભાવે ભેદ” અને “દેવદત્તભાવે અભેદ” દેખાય જ છે. તેથી અવિરોધ જ છે. એમ અવશ્ય સ્વીકારવું જોઈએ. સમ્મતિપ્રકરણમાં કહ્યું છે કે
पुरिसम्मि पुरिससद्दो, जम्माई मरणकालपजंतो । तस्स उ बालाईया, पज्जवभेया बहुवियप्या ॥
સમ્પત્તિ પ્રશર ગાથા || ૧-૩૨ || || ૪-૫ || કોઈ પણ પુરુષ જ્યારે જન્મ્યો ત્યારથી મરણકાલ પર્યન્ત તેને આ પુરુષ છે. આ પુરુષ છે. એમ જ કહેવાય છે. તે અભેદ છે. અને તેની બાલક-આદિ (બાળતરુણ-વૃદ્ધાદિ) જે જે અવસ્થાઓ રૂપ બહુ પ્રકારના પર્યાયભેદો છે, તે ભેદ છે. સારાંશ કે પુરુષપણાને આશ્રયી અભેદ, અને બાલ્યાદિ અવસ્થાને આશ્રયી ભેદ, એમ ભેદ તથા અભેદ બન્ને સાથે જ છે. માત્ર તેમાં “અપેક્ષાભેદ” કારણ છે. તેથી વિરોધ કરવાનો રહેતો નથી જ. + ૪૫ / ધર્મભેદ જો અનુભવ ભાસઈ, ધર્મિભેદ નવિ કહિંઈ રે ! ભિન્ન ધર્મનો એક જ ધર્મી, જડ ચેતન પણિ લહિઈ રે ૪-૬ |
ગાથાર્થ- જો ધર્મનો ભેદ અનુભવથી જ્યાં જ્યાં દેખાય, ત્યાં ત્યાં ધર્મી (દ્રવ્યનો) ભેદ ન કહીએ (ન માનીએ) અને ભિન્ન ભિન્ન ધર્મનો પણ ધર્મ એક જ હોય છે.
૧૧