________________
ઢાળ-૩ : ગાથા-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૧૪૭ પરદર્શનોનાં વિધાનો પરસ્પર પક્ષ-પ્રતિપક્ષભાવવાળાં હોવાથી જેવાં “મત્સરી” (ઈર્ષ્યાળુ-દાઝથી ભરેલાં-વૈરવૃત્તિવાળાં) છે. જ્યારે વીતરાગ પ્રભુ! સર્વ નયોને અવિશેષ પણે (સમાનપણે-પક્ષપાતરહિતપણે) જોડતું તમારું શાસન તેવું વૈરવૃત્તિવાળું નથી. તેમના જેવું મત્સરી તમારૂં શાસન નથી. અન્યદર્શનોનાં મંતવ્યો મત્સરી છે. તેનું કારણ પરસ્પર પક્ષ પ્રતિપક્ષભાવ છે. જ્યારે તે વીતરાગ પ્રભુ ! તમારૂં શાસન અમત્સરી છે. કારણ કે તમે સર્વ નયોને અવિશેષ પણે સ્વીકારો છો. યથાસ્થાને જણાવો છે.
- તથા એકાન્ત નિત્યવાદમાં જે જે દોષો આવે છે, તે સઘળા ય દોષો વિનાશવાદમાં પણ (અનિત્યવાદમાં પણ) આવે જ છે. દોષો સમાન જ છે. આ કારણથી પરસ્પર એક બીજાનો ધ્વંસ કરનારા કંટકોમાં (કાંટા તુલ્ય આ દર્શનોમાં) આપશ્રીનું શાસન અનેકાન્તવાદી હોવાથી કોઈ જેની સામે હોડ ન કરે તેવું અજેયપણે શોભે છે.
આ ઢાળની છેલ્લી ગાથામાં ગ્રંથકારશ્રીએ “સુજશ વિલાસ” શબ્દ લખીને ગર્ભિત રીતે કર્તા તરીકે “શ્રીયશોવિજયજી” એવું પોતાનું નામ પણ સૂચવ્યું છે. તે ૪૦ /
બીજી ઢાળ સમાપ્ત