________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૧૧
૧૩૩
તેથી અમે “(નૈયાયિકો) દંડ-ચક્રાદિને “ઘટનું” કારણ માનીએ છીએ અને તમે જૈનો “ઘટાભિવ્યક્તિનું” (છ અક્ષરના શરીરનું) કારણ માનો છો. તેથી તમને (જૈનોને) શરીરકૃત ગૌરવ આવશે. આવો દોષ તૈયાયિકોએ અમને જૈનોને જે પહેલાં આપેલો, તે આ દોષ અમને જૈનોને હવે રહેતો જ નથી. કારણકે બન્નેએ છ અક્ષરકૃત શરીરનું જ કારણ માન્યું. છતાં આ દોષ માનવામાં આવે તો નૈયાયિકને પણ આ દોષ લાગુ પડે જ છે. બીજું લાધવની પ્રિયતા અને ગૌરવની અપ્રિયતા કંઈ વસ્તુના સ્વરૂપનો ઉચ્છેદ કરીને (ઉલ્લંઘન કરીને) તો ન જ કરાય. પ્રથમ વસ્તુનુ સ્વરૂપ પકડવું જોઈએ. પછી ગૌરવ-લાઘવ જોવાય. અન્યથા સર્વત્ર અવ્યવસ્થા જ થઈ જાય. જેમ કે “પોતાના પુત્રની પત્નીને” “પોતાની પત્ની’ કહીએ તો શરીરકૃત લાઘવ હોવા છતાં પણ તેમ કહેવાતું નથી. પણ “મારા પુત્રની પત્ની’ આમ જ કહેવાય છે. કારણકે વસ્તુસ્વરૂપ તેવુ છે. તે સ્ત્રી પોતાની પત્ની નથી પણ પોતાના પુત્રની જ પત્ની છે. આ રીતે વસ્તુના વાસ્તવિક સ્વરૂપને ઓળંગીને ગૌરવ-લાઘવ ન વિચારાય.
આ કારણે વિરોધદોષ પણ આવતો નથી. કારણકે દ્રવ્યમાં (કારણમાં) તિરોભાવે રહેલા કાર્યને આવિર્ભાવ કરવામાં (એટલે કે અભિવ્યક્તિ કરવામાં) દંડાદિક જ કારણ છે. અને અભિવ્યક્તિ થઈ ચુકેલા ઘટાદિકને દેખવામાં ચક્ષુ અને પ્રકાશાદિ કારણ છે. માટે શાન્તચિત્તે આ સ્વરૂપ વિચારવું જોઈએ. જૈનદર્શનકારે જે સત્-અસત્ ઉભયસ્વરૂપ સમજાવ્યું છે, તે જ સાચુ છે. તે જ સંપૂર્ણ સત્ય છે, તે જ વીતરાગ સર્વજ્ઞ એવા સંત પુરુષોની વાણી છે. અને સંપૂર્ણપણે યર્થાથ છે. ॥ ૩૫ ॥
અછતું ભાસઈ જ્ઞાનનઇ જી, જો ‘સ્વભાવિ સંસાર ।
કહતો શાનાકાર”તો જી, જીપઈ યોગાચાર રે । ભવિકા ॥ ૩-૧૧ ॥ ગાથાર્થ જો “જ્ઞાનમાં અછતો વિષય દેખાતો હોય” તો આ સઘળો સંસાર જે સ્વાભાવિક છે. તેને જ્ઞાનાકારપણે કહેનાર બૌદ્ધદર્શનના ત્રીજા ફીરકારૂપે રહેલા યોગાચારવાદીનો જ વિજય થાય. II૩-૧૧॥
ટબો– “સર્વથા અછતો અર્થ જ્ઞાનમાંહિ ભાસઇ છઇ' એહવું કહઇ છઇ, તેહને બાધક દેખાડઇ છઇ = જો જ્ઞાનનઈં સ્વભાવઇ, અછતો અર્થ અતીત ઘટ પ્રમુખ ભાસઈ'' એહવું માનŪ, તો “સારો સંસાર જ્ઞાનાકાર જ છઈ, બાહ્ય આકાર અનાદિ અવિધા વાસનાઈં અછતા જ ભાસઈ છઈ, જિમ-સ્વપ્નમાંહિ અછતા પદાર્થ ભાસઈ છઈં, બાહ્યાકાર રહિત શુદ્ધ જ્ઞાન, તે બુદ્ધનû જ હોઈ ઈમ કહતો યોગાચાર નામŪ ત્રીજો બૌદ્ધ જ જીપઈ, તે માટŪ=અછતાનું જ્ઞાન ન હોઈ. ||૩-૧૧||