________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૧૦
૧૩૧ વિવેચન- વરુ જી મતિ તૂરું કરું મૃત્યિંડ અને કપાલ આ બન્ને ઘટની અનુક્રમે પૂવસ્થા અને પશ્ચાદવસ્થા છે. જેમ પશ્ચાદવસ્થામાં કપાલ (ઠીકરાં) દેખીને પૂર્વે ઘટ હતો એમ અછતા ઘટની અતીતવિષયની સ્મૃતિ થવા રૂપ જ્ઞપ્તિ થાય છે. તેમ પૂર્વસ્થામાં (મૃતિંડમાં) પણ ઘટ અછતો જ છે. તેથી અછતા એવા તે ઘટની ઉત્પત્તિ પણ હો. આવા પ્રકારની તૈયાયિકની માન્યતા છે. તેથી તે સત્-અસત્ એમ ઉભયરૂપે કાર્યને માનનારા જૈનોને નીચે મુજબ દોષો આપે છે. (૧) જ્ઞપ્તિની જેમ અછતા ઘટની ઉત્પત્તિ માનવાનો, (૨) તેમ ન માનો અને ઘટાભિવ્યક્તિ માનો તો ગૌરવદોષ. તથા વિરોધ દોષ, (૩) અને દ્રવ્યઘટ-ભાવઘટની કલ્પના કરવામાં મહાગૌરવ તથા મહાવિરોધ દોષ આવે છે.
જૈન–તે તૈયાયિકે આપેલા સઘળા દોષો સર્વથા મિથ્યા છે. જૂઠા છે. એકાન્તદૃષ્ટિવાળા આત્માઓ મિથ્યાત્વના ઉદયની પરવશતાથી નિર્દોષને પણ દોષિત જ દેખે છે. અને દોષિત કરવા માટે કુતર્કો જ કરે છે. તેથી હવે તે મતને ગ્રંથકારશ્રી દૂષિત કરે છે.
"अछतानी ज्ञप्तिनी परि अछतानी उत्पत्ति होइ" इम कहिलं, ते मत मिथ्या. जे माटइं-अतीत विषय घटादिक, सर्वथा अछतो नथी. ते पर्यायारथथी नथी, द्रव्यारथथी नित्य छइ. नष्ट घट पणि मृत्तिकारूपई छइ. सर्वथा न होइ तो शशश्रृंग सरखो थाइ. ॥३-१०॥
જૈન- ઉપર નૈયાયિકે જે કંઈ કહ્યું. અને જે જે દોષો અભેદવાદ માનવામાં આપ્યા. તે સઘળું મિથ્યા છે. તેમણે જે કહ્યું કે “કપાલાદિમાં અતીત કાળનો ઘટ અછતો છે"છતાં તેની સ્મૃતિરૂપ જ્ઞપ્તિ કેમ થાય છે. તેમ ભિંડમાં પણ ઘટ અછતો જ છે. અને તેની ઉત્પત્તિ થાય છે. માટે પશ્ચાદવસ્થામાં અછતાની જેમ જ્ઞપ્તિ થાય છે. તેમ પૂર્વાવસ્થામાં સર્વથા અછતા એવા ઘટની ઉત્પત્તિ પણ હો. આવું નૈયાયિકે જે કહ્યું, તે તેનો મત સર્વથા મિથ્યા છે. કારણ કે “કપાલાદિમાં અતીત કાળના વિષયભૂત એવો ઘટ સર્વથા અસત્ (અછતો) છે જ નહી” કે જેની જ્ઞપ્તિના ઉદાહરણથી મૃર્લિંડમાં પણ અંછતા ઘટની ઉત્પત્તિની સિદ્ધિ થાય. ખાટલે જ મોટી ખોડ છે. જે અછતા વિષયની શક્તિનું ઉદાહરણ તમે આપ્યું છે. તે જ ખોટુ છે. હવે જો દૃષ્ટાન્ત જ ખોટુ હોય તો દાર્દાન્તિક કેમ કરી સિદ્ધ થાય?
તેની વાત મિથ્યા એટલા માટે છે કે “કપાલાદિમાં જે ઘટ દેખાતો નથી. એટલે ઘટાકારતા દેખાતી નથી તેથી તે અતીત કાળનો વિષય બન્યો, આ રીતે ન દેખાવા માત્રથી જ તે કપાલાદિમાં તે ઘટને તે તૈયાયિકાદિએ સર્વથા અછતો માની લીધો છે. પરંતુ અતીત કાળનો વિષય બનેલો તે ઘટાદિક પદાર્થ કપાલાદિમાં સર્વથા અછતો થતો જ નથી. ફક્ત તે પર્યાયાર્થિકનયથી નથી. પરંતુ દ્રવ્યાર્થિક નયથી તો કપાલાદિમાં પણ ઘટપર્યાય નિત્ય છે.