________________
૧૧૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૪ “બમણી ગુરુતાનો દોષ” નૈયાયિકોને આવે જ છે. અને તેમાંથી બચવા માટે જે કોઈ નવા તૈયાયિકો આ પ્રમાણેની કલ્પના કરે છે કે “અવયવના ભારથી અવયવીનો ભાર અતિશય હીન (અલ્પ જ) હોય છે. અર્થાત્ નહીવત જ હોય છે. તે માટે અમને (નૈયાયિકોને) બમણી ગુરુતાનો દોષ આવતો નથી. કારણકે અવયવભૂત માટીનું અને તંતુનુ જે ૨ કીલો વજન હતું, તે જ વજન અવયવીભૂત (ઘટ-પટનું) હોય છે. અવયવીનું વજન અત્યન્ત અલ્પ હોવાથી તે ગણવામાં આવતું નથી. આ પ્રમાણે માનનારા નવ્યનૈયાયિકોને ગ્રંથકારશ્રી બીજો દોષ આપે છે કે
જો અવયવ કરતાં અવયવીનો ભાર અત્યન્ત હીન (અલ્પ) હોય અને તેના કારણે તે વજન ગણાતું ન હોય અને તેથી બમણી ગુરુતાનો દોષ ન આવે એમ જો તમે કહેતા હો, તો તેનો અર્થ એ થયો કે અવયવોમાં જ વજન અધિક હોય, ઉત્કૃષ્ટ ગુરુતા (વધારે વજનવાળા પણું) અવયવોમાં જ આવે. અવયવીમાં ન આવે. બે પરમાણુઓ (અવયવો) સાથે મળીને જ્યારે દ્રયણુક (અવયવી) બને છે. એવી જ રીતે ત્રણ પરમાણુઓ સાથે મળીને
જ્યારે વ્યણુક બને છે. ત્યારે દિપ્રદેશી આદિ (દ્ધિપ્રદેશી-ત્રિપ્રદેશી-ચતુઃખદેશી વિગેરે) સ્કંધોમાં (અવયવીઓમાં) ક્યાંય પણ ઉત્કૃષ્ટ ગુરુતા (અધિક વજનતા) ન થવી જોઈએ. અને માટઢું કારણકે આ ક્રિપ્રદેશાદિક સ્કંધો (ભલે મોટા સ્કંધો કરતાં નાના સ્કંધો હોય તો પણ) એક પ્રદેશની અપેક્ષાએ તે અવયવી જ છે. અર્થાત્ ક્રિપ્રાદેશિક-ત્રિપ્રાદેશિક-ચતુષ્પાદેશિક સ્કંધો એ અવયવી કહેવાય અને એકપ્રદેશ એટલે કે પરમાણુ એ અવયવ કહેવાય. તમારો મત છે કે અવયવીનું વજન અલ્પ હોય અને અવયવનું વજન અધિક હોય. આ મતને અનુસારે ચતુષ્પદેશી ઢંધ કરતાં ચણકનું વજન, વ્યણુક કરતાં ક્રિપ્રદેશીનું વજન, અને ઢિપ્રદેશી ઢંધ કરતાં પરમાણુનું વજન અધિક-અધિક થશે. કારણ કે તે તે અવયવો છે. એટલે ઉત્કૃષ્ટ ગુરુતા (ઘણું વધારે વજન) પરમાણુમાં જ માનવું પડશે. અને પરમાણુ અતિશય અલ્પ વજનવાળો છે આ હકીકત લોકપ્રસિદ્ધ છે અને નવ્યતૈયાયિકોને પણ સ્વીકૃત છે. તેથી કાંતો પરમાણમાં ઉત્કૃષ્ટગુરુતા સ્વીકારો (કે જે લોકવિરુદ્ધ છે) અથવા અવયવીનો ભાર અલ્પ હોય છે આ માન્યતાનો ત્યાગ કરો. અને જો અવયવીનો ભાર અલ્પ હોય છે એ માન્યતાનો ત્યાગ નહીં કરો તો “પરમાણમાં ઉત્કૃષ્ટ ગુરુતા માનવાનો"દોષ આવશે જ.
અને જો “અવયવીનો ભાર અવયવ કરતાં અલ્પ હોય છે” આ માન્યતાને આગ્રહથી પકડી રાખશો તો પરમાણુમાં (છેલ્લા અવયવમાં) અધિકભાર માનવાની જેમ આપત્તિ આવે છે. તેમ રૂપાદિક વિશેષ પણ પરમાણુમાં જ માનવાની આપત્તિ તમને આવશે. જેમ