________________
૧૧૬
ઢાળ-૩ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જતી નથી, અને ઘટ (નામનો અવયવી) જે ન હતો તે તેમાં પ્રગટ થાય છે. એટલે ધારો કે (બે) કીલો માટી (અવયવ) લાવ્યા, તેમાંથી ઘડો બનાવ્યો, ત્યારે માટી (અવયવ) તો છે જ, તેથી તેનું ૨ (બે) કીલો વજન તો છે જ, તદુપરાંત તેમાંથી ઘટ (અવયવી) નિપજ્યો, તેનું વજન પણ ૨ (બે) કીલો થાય. અને અવયવ-અવયવી એકાન્ત ભિન્ન હોવાથી ર (બે) કીલો વજન માટીનું (અવયવનું) અને ૨ (બે) કીલો વજન ઘટનું (સ્કંધનું-અવયવીનું) એમ બને મળીને ઘટકાળે ૪ કીલો (દ્વિગુણ વજન) થવું જોઈએ.
એવી જ રીતે ૧૦0 તંતુઓમાંથી ૧ પટ બનાવ્યો. ૧૦0 તંતુઓનું વજન ધારો કે ૨ કીલો છે. તે ૨ કીલો વજનવાળા ૧૦૦ તંતુમાંથી (અવયવ-પ્રદેશમાંથી) સુંદર ૧ પટ (સ્કંધ-અવયવી) બનાવ્યો. પરંતુ પટ બને ત્યારે પણ તંતુઓ (અવયવો તો અંદર રહે જ છે. તેથી તે ૧૦૦ તંતુઓનું (અવયવનું) ૨ કિલો વજન તો રહેશે જ, અને તેમાંથી અત્યન્નભિન્ન પણે જન્મ પામતા પટ (નામના સ્કંધનું-અવયવી)નું વજન પણ બીજા ૨ કીલો થશે. જેથી તંતુ-પટનું (સ્કંધ-પ્રદેશનું અર્થાત્ અવયવ-અવયવીનું)મળીને કુલ વજન ૪ કિલો થવું જોઈએ. જે માટે = કારણકે ૧૦૦ તંતુના બનેલા પટમાં ૧૦૦ તંતુનો જેટલો ભાર (વજન) છે. તેટલો જ ભાર (વજન) પટનો પણ જુદો આવ્યો. કારણકે તંતુ અને પટને તમે અત્યન્ત ભિન માન્યા છે. આથી બમણી ગુરુતા થવાનો દોષ નિયાયિકને આવશે.
પરંતુ સર્વ લોકોને પ્રત્યક્ષસિદ્ધ અનુભવ તો એવો જ છે કે પ્રદેશોની (અવયવોનીમાટીની તથા તંતુની) જે ૨ કિલો ગુરુતા હોય છે. તે જ ગુરુતા સ્કંધમાં (અવયવીમાં-ઘટપટમાં) પરિણામ પામે છે. તેથી અવયવ-અવયવીને, પ્રદેશ-સ્કંધનો, અભેદસંબંધ છે. પણ એકાન્ત ભેદ સંબંધ નથી એમ સ્વીકારવું જોઈએ.
अनइं जे कोइ नवा नइयायिक इम कहइ छइ "जे अवयवना भारथी अवयवीनो भार अत्यन्त हीन छइ" ते माटई, तेहनइं मतई "द्विप्रदेशादिक स्कंधमांहि किहांइ उत्कृष्ट गुरुता न थइ जोइइ. जे माटइं द्विप्रदेशादिक खंध एकप्रदेशादिकनी अपेक्षा अवयवी छइं, अनइं परमाणुमांहि ज उत्कृष्टगुरुत्व मानिइं. तो रूपादिक विशेष पणि परमाणुमांहिं मान्या जोइइं, द्विप्रदेशादिकमांहि न मान्यां जोइइं"
નૈયાયિકોને એકાન્તભેદ માનવાના કારણે “બમણી ગુરુતા”નો દોષ આવે જ છે. ખરેખર તો પોતાની માન્યતામાં દોષ દેખાય તો પોતાનો કદાગ્રહ ત્યજીને સાચો માર્ગ (અભેદસંબંધ પણ) સ્વીકારી લેવો જોઈએ. પરંતુ મિથ્યા કદાગ્રહવાળા જીવો એમ કરવાને બદલે પોતાની ખોટી વાતને સાચી કરવા નવા-નવા કુતર્કો અને મનમાની નવી નવી કલ્પનાઓ દોડાવે છે. યેન કેન પ્રકારે પોતાના મતને સાચો ઠેરવવા બાલિસ પ્રયત્ન કરે છે. તેમ અહીં પણ નવીન નૈયાયિકોનો મત (કદાગ્રહ) ગ્રંથકારશ્રી પ્રથમ જણાવે છે