________________
૧૧૪ ઢાળ-૩ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘટ અને જલ” આ બન્ને ભિન્ન પદાર્થો છે. ત્યાં “ઘડો એ જ છે.” એમ બોલાતું નથી પરંતુ “ઘડામાં જ છે” એમ બોલાય છે. તેથી ત્યાં ભેદ જરૂર છે. પરંતુ આવો જ ભેદ જો ઘટ અને રક્તમાં હોત તો “ઘટમાં રક્ત થયું” આમ જ બોલાત. પણ એમ બોલાતું નથી માટે અમેદસ્વભાવ છે. એમ માનવું જોઈએ, જે ફળ પૂર્વે કાચુ હતું તે જ ફળ હવે પાક્યું, “મગ સીયા” “પટ લાલ બન્યું” “ગોળ ગળ્યો છે” “સાકર ગળી છે” આ બધા વ્યવહારો અભેદસ્વભાવ ઉપર નિર્ભર છે માટે દ્રવ્યનો ગુણ-પર્યાયની સાથે અભેદસ્વભાવ અવશ્ય છે. ૨૮ બંધ દેશ ભેદઈ હુઈ જી, બિમણી ગુરુતા રે ખંધિ ! પ્રદેશ ગુરુતા પરિણમઈજી, ખંધ અભેદ બંધ રે ભવિકા. ૩-૪
ગાથાર્થ– સ્કંધ (અવયવી) અને દેશ (અવયવ)નો ભેદ માને છતે બમણી (દ્વિગુણડબલ) ગુરુતા સ્કંધમાં થવી જોઈએ. પરંતુ તેમ થતું નથી. અને પ્રદેશોની (અવયવોની) જે ગુરુતા છે તે જ ગુરુતા સ્કંધમાં પરિણામ પામે છે. તેથી અવયવ-અવયવીનો અભેદસંબંધ છે. ૩-૪
- ટબો- વળી બીજુ બાધક કહઈ છઈ- બંધ-કહિઈ-અવયવી, દેશ કહિઈ અવયવ, એહોનઇ જો ભેદ માનઇ તો બિમણો ભાર ખંધમાંહિ થયો જોઈઈ, જે માર્ટિ શત તંતુના પટમાંહિ-શતતંતુનો જેટલો ભાર, તેટલો પટમાંહિં પણિ જોઈઈ.
અનઈ જે કોઈ નવા નઈયાયિક ઈમ કહઈ છઈ “જે અવયવના ભારથી અવયવીનો ભાર અત્યન્ત હીન છઈ' તે માટઈ, તેહનઈ મતઈ “દ્ધિપ્રદેશાદિક ખંધમાંહિં કિહાંઈ ઉત્કૃષ્ટ ગુરુતા ન થઈ જોઈઈ. જે માટઈ દ્વિપ્રદેશાદિક બંધ એકપ્રદેશાદિકની અપેક્ષાઈ અવયવી છઇં. અનઈં પરમાણુમાંહિં જ ઉત્કૃષ્ટ ગુરુત્વ માનિંઈ, તો રૂપાદિક વિશેષ પણિ પરમાણુમાંહિં માન્યા જોઈઈ, હિપ્રદેશાદિકમાંહિ ન માન્યાં જોઈઈ”
અભેદનયનો બંધ માનઇ તો પ્રદેશનો ભાર તેહ જ અંધભારપણઈ પરિણમઈ, જિમ-તંતુરૂપ પટરૂપાણઈ, તિવારઈ ગુરુતા વૃદ્ધિનો દોષ કહિએ, તે ન લાગઈ. 18-જા
વિવેચન– વત્રી વીનું વાઘ વદ છઠું વળી બીજો દોષ જણાવે છે. કોઈ પણ પુદ્ગલ દ્રવ્યમાંથી કાળક્રમે જે જે રૂપાન્તરો એટલે કે નવા નવા આકારો બને છે તેને જૈનદર્શનમાં પર્યાય કહેવાય છે. અન્યદર્શનોમાં તે બન્નેને અવયવ-અવયવી કહેવાય છે. જેમ