________________
૧૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૩ સુવર્ણ (સોનું) એ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય છે. અને તેમાંથી બનતાં કંકણ, કેયુર, કડુ, કંડલ ઇત્યાદિ પર્યાયો છે. આ વાત સંસારમાં પ્રસિદ્ધ છે. એવી જ રીતે માટી એ દ્રવ્ય છે અને સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ આ સર્વે માટી દ્રવ્યના પર્યાય છે. આ દ્રવ્ય-પર્યાયનું ઉદાહરણ છે. ઘડો જ્યારે માટીમાંથી નવો નીપજ્યો ત્યારે શ્યામ હોય છે અને ભઠ્ઠીમાં પકવવામાં આવે છે. ત્યારે રક્ત (લાલ) થાય છે. અહીં ઘટ રૂપે રહેલી માટી જે પ્રથમ શ્યામ હતી તે જ રક્ત બને છે. ત્યાં ઘટ (ઘટરૂપે રહેલી માટી) એ દ્રવ્ય છે અને શ્યામ-રક્તતા ઈત્યાદિ ગુણો છે. મૂલગાથામાં આ બે ઉદાહરણો છે. પ્રથમ ઉદાહરણ દ્રવ્ય-પર્યાયના અભેદનું છે. અને બીજું ઉદાહરણ દ્રવ્ય-ગુણના અભેદનું છે.
સોનું તેદન વુડ થવું'' “પડો પહિત્નાં ચામડુતો, તેદન રાતો વધ થયો.” एहवो सर्वलोकानुभवसिद्ध व्यवहार न घटइं, जो अभेद स्वभाव द्रव्यादिक ३ नई न हुइ તો. રૂ-રૂા.
સોનામાંથી જ્યારે કંડલાદિ અલંકારો બનાવાય છે. ત્યારે સહજપણે એક પ્રશ્ન થાય છે કે કુંડલ બને ત્યારે સોનુ ભિન્ન રહે કે સોનુ પોતે જ કુંડલ બની જાય છે.? જો ભિન રહે તેમ માનીએ તો અનેક મુશ્કેલીઓ આવે. (૧) પ્રત્યક્ષવિરોધ આવે. કારણકે પ્રત્યક્ષપ્રમાણે ભિન્ન રહેતું દેખાતું નથી. (૨) કુંડલને રહેવા અને સોનાને રહેવા ભિન્ન ભિન્ન જગ્યા જોઈએ. (૩) અલંકારો બનાવનારા પુરુષો ધનવાન જ થઈ જાય. કારણકે સોનું તો તેનું તે જ રહે
અને તેમાંથી ભિન્ન ભિન્ન એવા અલંકારો બને.
આ દોષોના કારણે સોનું અને કંડલ ભિન્ન રહેતાં હોય કે ભિન્ન છે. આ વાત કોઈ પણ ડાહ્યા માણસને ગળે ઉતરે તેમ નથી. હવે જો ભિન્ન રહે છે એમ ન માનીએ અને અભેદ સ્વીકારીએ તો અર્થાત્ “સોનુ પોતે જ કુંડલ થયું છે” એમ માનીએ તો ઇષ્ટ હોય કે ઇષ્ટ ન હોય પરંતુ દ્રવ્ય અને પર્યાયનો અભેદ સંબંધ આવ્યો જ. સુવર્ણ પોતે જ કુંડલાદિક બન્યુ, માટી પોતે જ ઘટાત્મક બની, જુઓ પોતે જ પટાત્મક બન્યાં. આ સઘળા વ્યવહારો કે જે સર્વલોકોના અનુભવસિદ્ધ વ્યવહારો છે. તે ભેદ માનવાથી ઘટશે નહીં. માટે અભેદ પણ છે. એમ માનો. આ દ્રવ્યથી પર્યાયના અભેદનું ઉદાહરણ આપ્યું. હવે દ્રવ્યથી ગુણના અભેદનું ઉદાહરણ કહે છે
જે ઘડો પહેલાં શ્યામ હતો. તે જ આ ઘટ હવે રક્ત બન્યો આમ જે બોલાય છે તે ઘટદ્રવ્ય અને રક્તગુણના અભેદસ્વભાવ વિના ઘટી શકે નહીં, જો અભેદસ્વભાવ ન હોય તો “ઘડો રક્ત થયો” એમ સમાનાધિકરણ પણે જે બોલાય છે. તે બોલાવું જોઈએ નહીં.