________________
ઢાળ-૨ : ગાથા-૧૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૧૦૫ સબુદ્ધિ કેવી છે ? તો અનાદિકાળની મિથ્યાત્વમોહનીયની વાસનાથી વાસિત એવી છે દુર્બુદ્ધિ છે “દ્વવ્યાદ્વૈતવાદની માઠી મતિ છે” આ સંસારમાં દ્રવ્ય માત્ર જ છે. ગુણ-પર્યાય છે જ નહીં એવી દ્રવ્યના અદ્વૈતને (એકત્વમાત્રને) જ માનનારી માઠી મતિ અર્થાત્ દુર્બુદ્ધિ અથવા દ્રવ્ય એક જ છે. છ દ્રવ્યો નથી એવી જે દુર્બુદ્ધિ છે. કારણકે કેટલાક દર્શનશાસ્ત્રીઓ આ આખું વિશ્વ એક ઈશ્વરરૂપ જ છે. બીજું કંઈ છે જ નહીં સત્ય ઘા, ગથ્યિ આવું પણ માને છે. ઈત્યાદિ અનેકપ્રકારની જે માઠી મતિ-ખોટી બુદ્ધિ, અર્થાત્ દુર્બુદ્ધિ છે. તે રૂપી જે વેલી (વેલડી) છે. તેને વિષે (તે વેલડીને કાપવા માટે) આ સબુદ્ધિ કૃપાણી સમાન છે. અર્થાત્ કુહાડી સમાન છે. આ સબુદ્ધિ તે દુર્બુદ્ધિરૂપી વેલડીને કાપી નાખે છે. તે દુબુદ્ધિનાં મૂલીયાને પણ ઉખેડી નાખે છે. આવા લક્ષણવાળી બુદ્ધિને હે ભવ્ય આત્માઓ! તમે ધારણ કરો.
ए ढालई-द्रव्य-गुण-पर्यायनो भेद देखाड्यो. हिवइ-त्रीजइं-ढालई एकांति जे भेद માન છે. તેનડું મેવપક્ષ અનુસરીનડું તૂષપ વિરુ છિ . ૨-૧૬ .
આ બીજી ઢાળની અંદર “દ્રવ્ય-ગુણ-પર્યાયનો” કથંચિત્ ભેદ જણાવ્યો. આ ભેદ સ્યાદ્વાદ મુદ્રાએ મુદ્રિત સાપેક્ષપણે જાણવો. પરંતુ તૈયાયિક, વૈશેષિક અને સાંખ્યદર્શનકારોની જેમ એકાન્તિક ભેદ ન જાણવો. તથા આવા પ્રકારની ભેદપક્ષની જ યુક્તિઓ સાંભળવાથી ઘણા દર્શનકારો આ ત્રણનો એકાન્તિક ભેદ માની લે છે. એટલે એકાન્ત ભેદ તરફ દૃષ્ટિ ઢળી જાય છે. તે ઢળી ન જાય તે માટે હવે ત્રીજી ઢાળમાં તેઓને (જે એકાન્તભેદ માને છે. તે દર્શનકારોને) અભેદપક્ષનો આશ્રય લઈને ગ્રંથકારશ્રી દૂષણ આપે છે.
જેઓ એકાન્તભેદ માને છે તેઓને સમજાવવા માટે ગ્રંથકારશ્રી પોતે અભેદપક્ષનો સ્વીકાર કરીને એટલે કે અભેદવાદી થઈને તે ભેદવાદીઓને એકાન્તભેદ માનવામાં કેવાં કેવાં દૂષણો આવે છે. તે દેખાડે છે.
અહીં ભેદભાવના એકાન્તપક્ષનો પરિહાર કરવા પુરતા જ ગ્રંથકારશ્રી અભેદવાદનો પક્ષ ગ્રહણ કરે છે. પરંતુ ગ્રંથકારશ્રી પોતે એકાન્ત અમેદવાદના પક્ષપાતી છે. એમ ન માની લેવું. તેઓ એકાન્ત અભેદવાદના (કે એકાત્ત ભેદવાદના) પક્ષપાતી નથી. તેઓશ્રી ભેદભેદ એમ ઉભયવાદને સાપેક્ષપણે માનનારા છે. તથા વળી “સુન્શકારિણી” શબ્દ આ ગાથામાં લખીને ગર્ભિત રીતે શ્રી યશોવિજયજી એવું પોતાનું કર્તા તરીકેનું નામ પણ સૂચવ્યું છે. પણ
બીજી ઢાળ. સમાપ્ત