________________
૧૦૪ ઢાળ-૨ : ગાથા-૧૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૩) પર્યાયનું લક્ષણ છે કે “પરિગમન થવું એટલે “સર્વતો વ્યાતિ” થવી કોઈ પણ વિવક્ષિત એક દ્રવ્યનું સર્વ પ્રકારે એકરૂપમાંથી બીજા રૂપે રૂપાન્તર પણે વ્યાપ્ત થયું. દ્રવ્યનું સર્વથા રૂપાન્તર થવું. (આંશિક રૂપાન્તર નહીં, પરંતુ સર્વતઃ રૂપાન્તર થવું તે પર્યાય કહેવાય છે. જેમ કે હાલ જે મનુષ્ય છે. એ મનુષ્ય મટીને નારકી થાય, અથવા નારકી એ નારકી મટીને મનુષ્ય થાય તે પર્યાય કહેવાય છે કારણકે આ રૂપાન્તર આખા આત્મ દ્રવ્યનું થાય છે. આંશિક રૂપાન્તર થતું નથી.
તથા વળી મૂલ ટબામાં કહ્યાં નથી તો પણ પહેલાંની ગાથામાં આવાં ભિન્ન ભિન્ન લક્ષણો દ્રવ્યાદિનાં આવ્યાં છે કે- (૧) ગુણ અને પર્યાયનો જે આધાર હોય અને ત્રણે કાળે જે એકરૂપ રહે તે દ્રવ્ય, (૨) દ્રવ્યના આશ્રયે રહે અને સ્વયં નિર્ગુણ હોય તે ગુણ, અથવા સહભાવિત્વ લક્ષણ જેમાં હોય તે ગુણ. (૩) તદ્માવઃ પરિપામ: દ્રવ્યનું તે તે રૂપે રૂપાન્તર થવું તે પર્યાય કહેવાય છે. અથવા ક્રમભાવિત્વ એ પર્યાયનું લક્ષણ છે.
इम एहोनो-द्रव्य गुण पर्यायनो, माहोमांहि भेद जाणीनइं, उत्तमयशनी करणहार भली मति धरो. केहवी छइ ? जे दुरमति कहिइ-जे द्रव्याद्वैतपक्षनी माठी मति, ते रूपिणी जे वेली, तेहनइं विषई कृपाणी-कुहाडी.
આ પ્રમાણે દ્રવ્યથી ગુણ-પર્યાયોનો માંહોમાંહે અરસ-પરસ અનેક રીતે ભેદ છે. તે ભેદ ઉપર સમજાવ્યો છે. છતાં સંક્ષેપમાં આ પ્રમાણે છે.
(૧) દ્રવ્ય-ગુણ-પર્યાય એમ નામથી ભેદ છે. આ નામભેદ. (૨) દ્રવ્ય સંખ્યામાં ૬ છે. ગુણ-પર્યાય અનંત છે. આ સંખ્યાભેદ. (૩) દ્રવ્ય આધાર છે. ગુણ-પર્યાયો આધેય છે. આ આધારાધેયભેદ.
(૪) દ્રવીભૂત થવું એ દ્રવ્યનું લક્ષણ, પૃથક્કર કરવું એ ગુણનું લક્ષણ, અને રૂપાન્તર થવું એ પર્યાયનું લક્ષણ છે. આ લક્ષણભેદ.
(૫) દ્રવ્ય ઢીદ્રિયગોચર છે (જૈન દર્શન પ્રમાણે વ્યવહારનયથી પંચેન્દ્રિયગોચર છે. નિશ્ચયનયથી અતીન્દ્રિય છે) અને ગુણ-પર્યાયો તે તે વિવક્ષિત એક જ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે. આ ઈન્દ્રિયગોચરતાથી ભેદ.
આ રીતે શાસ્ત્રોથી અને ગુરુગમથી આ દ્રવ્યાદિનો કથંચિ ભેદ જાણીને એવી સુંદર બુદ્ધિ ધારણ કરો, સબુદ્ધિ લાવો, કે જે સબુદ્ધિ ઉત્તમ એવા યશને કરનારી ભલી મતિ બને. કારણકે જે જે આત્માઓ બુદ્ધિવાળા બને છે. તેઓ યથાર્થ જ્ઞાનવાળા થયા છતા વસ્તુના સ્વરૂપનું શ્રોતા સમક્ષ યથાર્થ પ્રતિપાદન કરે છે. તેથી તેનો યશ (વગર કહ્ય) ચારે તરફ આપોઆપ વધે છે. યશ ગાવો પડતો નથી કે ગવરાવો પડતો નથી તથા વળી આ