________________
૧૦૨ ઢાળ-૨ : ગાથા-૧૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન– હવે આ ઢાળનો ઉપસંહાર કરતાં જણાવે છે કે સંજ્ઞાથી, સંખ્યાથી અને લક્ષણથી આ દ્રવ્ય-ગુણ–પર્યાયનો પરસ્પર ભેદ જાણીને ઉત્તમ બુદ્ધિ (સ્યાદ્વાદ સાપેક્ષ બુદ્ધિ) ધારણ કરો. તે હવે સમજાવે છે.
તથા સંજ્ઞા -નામ, તેથી બે,- “વ્ય” નામ ૧, “ગુ' નામ ૨, “પ ”
નામ ૩.
તથા સંશા કહેતાં નામ સમજવું. તેનાથી (નામમાત્રથી) પણ દ્રવ્ય-ગુણ પર્યાયનો ભેદ જાણવો. એકનું નામ “દ્રવ્ય છે. બીજાનું નામ ગુણ છે. અને ત્રીજાનું નામ પર્યાય છે. આ રીતે ત્રણેનાં નામો જુદાં જુદાં હોવાથી દ્રવ્યથી-ગુણ અને પર્યાયોનો ભેદ છે. એમ જાણવું.
જ્યાં જ્યાં “નામભેદ” હોય છે ત્યાં ત્યાં અવશ્ય કંઈક વસ્તુભેદ પણ હોય જ છે. જેમ કે ઘટ-પટ. આ બને નામો જુદા જુદા હોવાથી વસ્તુ પણ જુદી જુદી જ છે. તેમ દ્રવ્ય-ગુણપર્યાય આવા પ્રકારનો નામભેદ હોવાથી વસ્તુભેદ પણ છે.
પ્રશ્નજો જ્યાં જ્યાં નામભેદ હોય ત્યાં ત્યાં અવશ્ય વસ્તુભેદ હોય જ છે. આવો ન્યાય હોય તો આત્મા-ચેતન-જીવ-વિગેરે શબ્દો બોલવામાં પણ નામભેદ હોવાથી વસ્તુભેદ છે. એમ સિદ્ધ થશે. તેવી જ રીતે ઘટ-કુંભ-કળશમાં પણ નામભેદ હોવાથી વસ્તુભેદ થશે. પરંતુ સંસારમાં આવો ભેદ જણાતો નથી. આત્મા અને ચેતન એક જ છે. ઘટ અને કુંભ પણ એક જ છે. “જ્યાં જ્યાં નામભેદ હોય ત્યાં ત્યાં વસ્તુભેદ હોય જ” એવી વ્યાપ્તિ નિર્દોષ જણાતી નથી. આત્મા અને ચેતન, તથા ઘટ અને કુંભ, જેમ એક જ વસ્તુના વાચક છે. તેવી જ રીતે દ્રવ્ય-ગુણ-પર્યાય આ શબ્દો પણ એક જ વસ્તુના વાચક હોય, અને ભેદ ન હોય એવું પણ કેમ ન બની શકે ? માટે નામભેદથી વસ્તુભેદ સિદ્ધ થતો નથી.
ઉત્તર– તમારી શંકા બરાબર છે. જ્યાં વસ્તુનો ભેદ ન હોય છતાં પણ નામભેદ હોય ત્યાં તે તે નામો પર્યાયવાચી કહેવાય છે. પર્યાયવાચી એટલે કે એક જ વસ્તુને જણાવનારાં જુદા જુદા નામો. જેમ કે નૃપ, મૂર, નૃતિ, ભૂપત્તિ અને રાગ આ બધા શબ્દોમાંથી કોઈ પણ શબ્દ બોલો પરંતુ તેનાથી એક જ પદાર્થ (રાજા જ) સૂચિત થાય. તેવી જ રીતે આત્મા ચેતન અને જીવ શબ્દો આત્મદ્રવ્ય માટે પર્યાયવાચી છે. ઘટ કુંભ અને કલશ શબ્દો ઘટદ્રવ્ય માટેના પર્યાયવાચી છે. દ્રવ્ય-ગુણ અને પર્યાય આ શબ્દો પર્યાયવાચી નથી. એક જ વસ્તુના વાચક નથી. દ્રવ્ય શબ્દથી ઘટ-પટ આદિ પદાર્થો સૂચિત થાય છે. પણ કંઈ ગુણ કે પર્યાય જણાતા નથી તથા તે ઘટ-પટ આદિ દ્રવ્યાત્મક પદાર્થો ગુણ શબ્દ બોલવાથી કે પર્યાયશબ્દ બોલવાથી જણાતા નથી. તેવી જ રીતે ગુણશબ્દથી જ્ઞાનાદિ અને રૂપાદિ ભાવો જ સૂચિત થાય છે અને પર્યાય શબ્દથી આત્માની જુદી જુદી અવસ્થાઓ જ