________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧૬
૧૦૧ તે ચક્ષુગોચર પણ છે. જલેબી ઉત્કટગંધવાળું દ્રવ્ય હોવાથી ધ્રાણેન્દ્રિયગોચર પણ છે. અને રસનેન્દ્રિય તથા સ્પર્શનેન્દ્રિયગ્રાહ્ય તો સાક્ષાત્ અનુભવાય જ છે. આ પણ વ્યવહારનયથી જાણવું. નિશ્ચયનયથી તો જીવનો ઉપયોગ કોઈ પણ એક ઈન્દ્રિયના વિષયમાં હોય છે. ત્યારે બીજી ઈન્દ્રિયના વિષયમાં હોતો નથી પરંતુ જલ્દી જલ્દી ગોળ ગોળ ફેરવાતા ઉબાડીયાનો અગ્નિ જેમ એક એક જગ્યાએ હોવા છતાં આખા વર્તુલાકારમાં દેખાય છે. તેમ ઉપયોગ વેગે વેગે ફરતો હોવાથી પાંચે ઈન્દ્રિયોનો ઉપયોગ એકી સાથે જણાય છે.
આ રીતે એક-અનેકપણાથી, તથા ઈન્દ્રિયગ્રાહ્યપણાથી દ્રવ્યથી ગુણોનો અને દ્રવ્યથી પર્યાયોનો ભેદ જાણવો. આ ભેદ કથંચિત્ છે. એકાન્તિક નથી. પરંતુ કથંચિત્ એવો જે ભેદ છે તે પારમાર્થિક છે. વાસ્તવિક છે. કાલ્પનિક નથી. જ્યારે ગુણ અને પર્યાયોની વચ્ચે માંહોમાંહે જે ભેદ સમજાવવામાં આવ્યો છે. તે માત્ર સહભાવિત્વ અને ક્રમભાવિત્વની અપેક્ષાએ છે. તે ભેદ કલ્પનામાત્રથી જ છે. પરમાર્થથી નથી. આવો વિવેક કરવો. ર૪ો. સંજ્ઞા સંખ્યા લક્ષણથી પણિ, ભેદ એહોનો જાણી રે ! સુ-જસકારિણી શુભમતિધારો, દુરમતિ વેલી કૃપાણી રે !
જિનવાણી રંગઈ મનિ ધરીઈ રિ-૧૬ ગાથાર્થ- સંજ્ઞાથી, સંખ્યાથી અને લક્ષણથી પણ એહોનો (દ્રવ્યથી ગુણોનો તથા દ્રવ્યથી પર્યાયોનો) પરસ્પર ભેદ જાણીને સારા યશને કરનારી એવી શુભમતિ ધારણ કરો કે જે શુભમતિ, દુષ્ટબુદ્ધિરૂપી વેલડીને કાપવામાં કુહાડી સમાન છે. ર-૧૬
ટબો- તથા સંજ્ઞા ક. નામ, તેહથી ભેદ, “દ્રવ્ય” નામ ૧, “ગુણ” નામ ૨, “પર્યાય” નામ ૩. સંખ્યા-ગણના, તેહથી ભેદ, દ્રવ્ય ૬, ગુણ અનેક, પર્યાય અનેક. લક્ષણથી ભેદ-દ્રવણ-અનેકપર્યાય ગમન દ્રવ્યલક્ષણ, ગુણન-એકથી અન્યનઈ ભિન્નકરણ તે ગુણલક્ષણ, પરિગમન-સર્વતો વ્યાપ્તિ તે પર્યાય લક્ષણ, ઈમ એરોનો-દ્રવ્ય ગુણ પર્યાયનો, માંહોમાંહિ ભેદ જાણીનઈ, ઉત્તમ યશની કરણહાર ભલી મતિ ધરો. કેહવી કઈ ? જે દુરમતિ કહિઇ- જે દ્રવ્યાàતપક્ષની માઠી મતિ, તે રૂપિણી જે વેલી, તેહનઇ વિષઇ કૃપાણી-કુહાડી.
એ ઢાલઈ-દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ દેખાડ્યો. હિવઈ-બીજઈ ઢાલઈ એકાંતિ જે ભેદ માનઈ થઈ. તેહનઈ અભેદપક્ષ અનુસરીનઈ દૂષણ દિઈ થઈ. ર-૧૬ll